Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ખરખોડી, કાજુ, શાકભાજી, ફળના રોપા રાહતદરે

નવરંગ નેચર કલબ દ્વારા જસદણ, રાજકોટ, મોરબી, કુતિયાણા, ધોરાજીમાં વિશેષ કેમ્પ

રાજકોટ, તા. ૮ : નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા ચાર સ્થળોએ વિશેષ કેમ્પ ગોઠવવામાં આવેલ છે. જેમાં રીંગણી, મરચી, ટમેટી, દ્રાક્ષ, ખરખોડી અને કાજુના રોપા, કલમી આંબા, લોટણ નાળીયેરી, ગાયના દુધનો માવો, ગીર ગાયનું દુધ, ફુલછોડ, પ્યોર મધનું રાહત દરે વિતરણ, જૈવિક દવા ઇયળો માટે, ગૌમુત્ર અર્ક અને ફીનાઇલ ગીર ગાયનું દુધ-૧ લીટરના રૂ. ૬૦/-, વિવિધ જાતના લોખંડના વાસણો મળશે.

વિવિધ જાતના ફળો રાહત દરે મળશે, વિવિધ જાતના શાકભાજી ખેડુતો સીધા વેચવા આવશે, વિવિવિધ જાતના ફુલછોડનું રાહત દર વિતરણ, કઠોળ ફણગાવવાના ડબ્બા  રૂ.પ૦/-, ગાય આધારીત વસ્તુઓ , વિવિધ જાતનો કઠોળ, હાથ વણાટના પાપડ, ઓર્ગેનિક શાકભાજી, પુઠાના ચકલી ઘર-ચકલી ઘર રૂ.પ/-, પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા-કિંમત રૂ.૧૦/-, રાહત દરે લીંબડા સાબુ, ખરખોડી (ડોડી, જીવંતીકા) રોપા રૂ. ર૦/-માં મળશે.

કલમી રોપાઃ- કેશર કલમી આંબા રૂ.૧૩૦/-, લોટણ નાળીયેર રૂ. ૮૦/-, કલમી જામફળ રૂ. ૧૦૦/-, દ્રાક્ષ રૂ. ૧૦૦/-

બીન કલમી રોપા : લીંબુડી, સીતાફળી, સીસમ, જામફળી, દાડમ વગેરે ૧ રોપાના રૂ.ર૦/-

ગાયના દુધનો માવોઃ ખેડૂત જાતે ગાયના દુધનો માવો બનાવી અહીં વચવા આવશે જેથી વચલી કળી નાબુદ થાય છે. ૧-કિલોના રૂ. ૩૦૦/- લેખે વેચાણ થશે (બજાર ભાવ આનાથી ઘણો વધુ હોય છે.),

ઓર્ગેનિક વિવિધ શાકભાજીઃ- નાના ખેડુતો પોતાના ખેતરમાં ઓર્ગેનિક શાકભાજી તૈયાર કરીને અહીં સીધા વેચવા આવે છે.

મધ (પ્રવાહી સોનું) :- અહીં માત્ર રૂ. ર૪૦/-ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે છે, લીવર-કિડનીને ફાયદો કરે છે, ચરબી ઓછી કરે છે, કબજીયાત દૂર થાય છે. મધ એ પૃથ્વી ઉપરનું અમૃત ગણાય છે. મધ અને રોટલી નાસ્તામાં ખાઇ શકાય. પાણી સાથે અને આદુ-લીંબુ સાથે પી શકાય.

અગરબત્તીઓ :- ઘર બેઠા રોજગારીઓનું નિર્માણ થાય તેવા  હેતુથી આ ગાય આધારીત અગરબત્તીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. આપ આ અગરબતીઓ લઇ આડકતરી રીતે રોજગારી નિર્માણના યજ્ઞમાં સહકાર આપશો.

ફુલછોડઃ- કાશ્મીરી ગુલાબ અને ઇંગ્લીશ ગુલાબ (૧પ-જાતના રંગવાળા) ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ, રાતરાણી, કીસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન, ટેબલ પામ, સન ઓફ ઇન્ડીયા, ટગર, જસ્મીન, જુહી આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.

એલોવેરા જેલઃ- એલોવેરા જયુસ  સપ્તચૂર્ણ રાહતદારે મળશેઃ-લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ.

હાથે ખાંડીને બનાવેલા વિવિધ જાતના આયુર્વેદીક દેશી ઓસડીયા મળશે.

ફીંડલા સરબત :- હાથલા થોરના પાકા ફળમાંથી બનતું આ સરબત હીમોગ્લોબીન વધારે છે. રૂ. ૧૦૦/-માં મળે છે. આ બધી ચીજવસ્તુઓની નેચના સરનામે મળશે.

સ્થળઃ- વાસુકી ગેસ્ટ હાઉસની નીચે, નવા એસ.ટી. બસ સ્ટેશન સામે, જસદણ. તા. ૧૦-૮-ર૦૧૯ શનિવાર, સમય સવારે ૯-૦૦થી ૧-૦૦

સ્થળ :- કોર્પોરેશનનું મેદાન, ૧પ૦ ફુટ રીંગ રોડ, અમીન માર્ગનો ખુણો, ગીરીરાજ હોસ્પિટલની સામે, રાજકોટ. તા. ૧૧-૮-ર૦૧૯ (દર રવિવાર-રાજકોટ), સમય સવારે ૮-૩૦થી ૧-૦૦,

સ્થળ :- સરદાર બાગ પાસે, ડો. ભાડેશિયા સાહેબના દવાખાના સામે, શનાળા રોડ, મોરબી. તા. ૧૧-૮-ર૦૧૯ રવિવાર, સમય સવારે ૯-૦૦થી ૧-૦૦.

સ્થળઃ- તાલુકા પંચાયત ઓફીસ, સરકારી હાઇસ્કૂલ મેદાન, બસ સ્ટેશન સામે, કુતિયાણા. તા. ૧૧-૮-ર૦૧૯ રવિવાર, સમય સવારે ૯-૩૦થી ૧-૦૦.

સ્થળ :- લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન, જુના સ્ટેશન, ધોરાજી. તા. ૧૪-૮-ર૦૧૯ બુધવાર, સમય સવારે ૯-૦૦થી  ૧-૦૦.

લોકોએ લાભ લેવા વી.ડી. બાલા, મુખ્ય નવરંગ નેચર કલબ-રાજકોટ (મો. ૯૪ર૭પ ૬૩૮૯૮)ની યાદીમાં જણાવાયું છે.

(4:06 pm IST)