Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

સ્વ. સુષ્મા સ્વરાજ મુલ્ય નિષ્ઠ રાજકિય આગેવાન અને લાખો કાર્યકરોનાં પ્રેરણાસ્ત્રોત હતા

પૂર્વ વિદેશમંત્રી સુષ્માજીને શ્રધ્ધાંજલી પાઠવતાં મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ : ભુતપુર્વ વિદેશ મંત્રી, દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના અગ્રીમ હરોળના નેતા શ્રીમતી સુષ્મા સ્વરાજના દુઃખદ અવસાન બદલ શ્રધ્ધાંજલી પાઠવતા મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, તથા દંડક અજયભાઇ પરમાર જણાવે છે કે, 'તેઓ એક મુલ્યનિષ્ઠ રાજકીય આગેવાન હતાં. જાહેર જીવનમાં લાખો કાર્યકરો માટે એક આદર્શ અને પ્રેરણારૂપ હતાં. ભારતીય રાજકારણમાં વિદેશમંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ ખુબ જ શ્રેષ્ઠ રહ્યો છે. તેઓ એક સ્પષ્ટ વકતા અને સફળ વહીવટ કર્તા હતાં. તો સાથોસાથ સંગીત અને કલાના ઉપાસક રહ્યા હતાં. તેમના આદર્શોને ધ્યાને લઇ લોકસેવા કરવી તે જ તેઓને સાચી શ્રધ્ધાંજલી ગણાશે.' તેમ પદાધિકારીઓએ આ તકે જણાવ્યું હતું.

(9:08 am IST)