Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રાજકોટ પરાબજારમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન રેકડીધારકો અને જગ્યા રોકાણ હટાવ શાખાના અધિકારીઓ વચ્ચે ડખ્ખોઃ સોડા બાટલીના ઘા ફેંકાયાઃ ૧૬ રેંકડી જપ્ત

રાજકોટઃ મ્યુનિસીપલ જગ્યા રોકાણ શાખાએ શહેરના રસ્તા ઉપર દબાણ હટાવ કામગીરી દરમિયાન સાંજે ૫ થી ૫-૩૦ વાગ્યાના અરસામાં પરાબજાર મેઇન રોડ ઉપર રેંકડી જપ્ત કરવાની કામગીરી સમયે રેંકડી ધારકોના ટોળા એકઠા થઇ ગયેલ અને અધિકારીઓ સાથે ડખ્ખો કરતા મામલો ગરમાયો હતો.

દરમિયાન કોઇ તોફાની શખ્સે સોડા બાટલીના ઘા  કર્યા હતા જેનાથી કોઇને ઇજા થઇ નથી. વિજીલન્સ પોલીસે કડક વલણ અપનાવતા મામલો થાળે પડયો હતો. જગ્યા રોકાણ શાળાએ ૧૬ રેંકડીઓ જપ્ત હતી. તેમ એસ્ટેટ ઓફિસરે જણાવેલ છે

(7:42 pm IST)