Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

માલની ખરીદી પેટે આપેલ ચેક રિર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા ૮ : માલ ખરીદીના સામે આપેલ ચેક ડિસઓનર થતા એક વર્ષની સજા તથા આરોપીને ચેકની રકમ વળતર તરીકે ચુકવવા કોર્ટે આદેશ આપેલ હતો.

રાજકોટના રહીશ રોહીણી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ભાગીદારી પેઢી વતી તેના ભાગીદાર ભાવીક ધીરૂભાઇ ઘાડીયા, ઠે. પુનીતનગર પાછળ,૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટનાએ રઘુવીર માર્કેટીંગના પ્રોપરાઇટર તેજસભાઇ ગણાત્રા, ઠે.સી-૩૦૩,કૃતિ રેસીડન્સી, જીવંતીકા મેઇન રોડ, જીવંતીકાનગર, ગાંધીગ્રામ રાજકોટના સરનામે,રાજકોટ કોર્ટમાં ચેક ડિસઓનર સબબ ફરીયાદ કરેલ હતી.

ફરિયાદની વિગતો મુજબ ફરીયાદી રોહિણી એગ્રો ઇન્ડસ્ટ્રીઝના નામથી ખાદ્ય મસાલાનુંમેન્યુફેકચરીંગ યુનીટ ધરાવે છે.તહોમતદારે ફરીયાદી પાસે ઓપન કરન્ટ એકાઉન્ટ ખોલાવી રૂા ૫,૨૫,૯૫૧/- નો ઉધાર માલ ખરીદ કરેલ.તેની સામે ટુકડે ટુેકડે રૂા ૪૭,૨૭૯/ ભરપાઇ કરવા ધ. કો.ઓ.બેન્ક ઓફ રાજકોટ લી. સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી બ્રાંચનો ચેક તા. ૧૮/૦૧/૧૬ ના રોજ ફરીયાદીની તરફેણમાં ઇસ્યુ કરી આપેલ.

ઉપરોકત ઉલ્લેખ ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેન્ક એકાઉન્ટમાં રજુ રાખતા સદરહું ચેક ફંડ ઇન્સફીશીયન્ટના કારણોસર પરત ફરેલ. જેથી તરોમતદારને નોટીસ પાઠવી ચેક ડિસઓનરની જાણ કરી ડિસઓનર થયેલ ચેકની રકમની ડિમાન્ડ કરેલ, પરંતુનોટીસ પીરીયડમાં કે ફરીયાદ દાખલ થતા સુધી ડિસઓનર થયેલ ચેકની રકમ ચુકવેલ ન હોય, ફરીયાદ દાખલ કરવા ફરજ પડેલ.

ફરીયાદ દાખલ થતા કોર્ટે આરોપીને સમન્સ કરેલ અને હારોપીની હાજરીમાં સમગ્ર કેસની ટ્રાયલ ચલાવેલ. ચાલુ ટ્રાયલે તહોમતદારેલેખીત કબુલાત કોર્ટમાં રજુ રાખી ફરીયાદીનું લેણું કબુલ રાખેલ અને સમાધાનના બહાને આપેલ ચેક પણ ડિસઓનર થયેલ હતો.

કોર્ટે ઠરાવેલ છેકે હાલના યુગમાં કોઇપણ વ્યકિત કોઇપણ ભોગે મોટી રકમ મેળવવા કે માલ સામાન ખરીદતી વખતેખોટા ચેક લખી આપી ઘણીવાર કોરા ચેક પણ લખી આપતા હોવાના કિસ્સા વધી રહેલ છે. રકમ કે માલસામાન મેળવ્યા બાદ તે રકમ અથવા માલસામાનનું મુલ્યપરત કરતા નથી. અને કાયદાનું  ખોટું અથ ર્ઘટન કરી તેનો  દુર ઉપયોગ કરતા રહેલ છ, ચેકો વગર સ્વીકારાયેપરત ફરતા રહેલ છેે. તે ખુબજ ગંભીર બાબત ગણાય. આરોપીની દાનત ફરીયાદીને રકમ પરત નહીં આપવાની જણાય છે. જેથી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનાસિધ્ધાંતોને ધ્યાને રાખી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ભોગવવા તથા ચેક મુજબની રકમ (રૂા૪૭,૨૭૯/-) ફરીયાદીને વળતર પેટે હુકમની તારીખથી એકમાસમાં ચુકવવા આદેશ કરવામાં આવે છે અને તે રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ માસની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવે છે તેવો ૪ એડી.ચીફ.જયુ.મેજી. રાજકોટનાએ હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી રોહીણી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વતી  વિકાસ કે.શેઠ, અલ્પા વિ.શેઠ, વિપુલ આર સોંદરવા, વિવેક ધનેશા એડવોકેટ દરજ્જે રોકાયેલા છે.

(3:56 pm IST)