Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

આલાબાઇના ભઠ્ઠા તરીકે ઓળખાતી વિવાદી જમીન અંગે નીચેની કોર્ટમાં હુકમ સામે ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ

રાજકોટ તા.૮: રાજકોટના મહિલા કોલેજ સામે આવેલ આલાબાઇના ભઠ્ઠા તરીકે ઓળખાતી મિલકતના માલીકી, કબજા સબંધે સામસામા હકક,દાવા અંગે નીચેની અદાલતે સંયુકત ઠરાવથી વાદાઓનો દાવો નામંજુર કરેલ જે ઠરાવ સામે રાજકોટની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ગુજરનાર પાચુંબેન નાનાભાઇના વારસોએ અપીલ કરેલ છે.

રાજકોટ ખાતે મહિલા કોલેજ સામે આવેલ રાજકોટના રે.સ.નં.૪૫૦ પૈકી આલાબાઇના ભઠ્ઠા તરીકે ઓળખાતી વિલકત જમીન એકર ૭-૭ ગૂંઠા અંગે મુળ જમીન માલીક ગુજ.દારાશા પાલનજીએ તેમની હૈયાતીમાં કાઠી પરીવારના નાનાભાઇ ગીગાભાઇ ધાધલ જોગ કબજા સહીતનું સાટાખત તા.૧૩-૧૦-૫૮ની રૂએ ગુજ.જમીન માલીકની દિકરી દિનાબેન દારાશા સામે ગુજ.નાનાભાઇના પુત્ર વલકુભાઇએ કરાર પાલનનો દાવો કરેલ.

દાવાના કામે થયેલ હુકમનામાની રૂએ કબજા સબંધે અડચણ, અટકાયત અંગે પ્રતિવાદીઓ ભોગીલાલ ગીરધરલાલ કોટક વિગેરે સામે કરેલ સામસામા માલીકી, કબજા સબંધેના ત્રણ દાવા સ્પે.દિ.કેસ ગુજ.પાચુબેનના વારસો વિગેરેનો સંયુકત ઠરાવ, હુકમનામાથી દાવો નામંજુર કરતો રાજકોટના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ શ્રી એ.વાય.દવેએ ઠરાવ કરેલ.

આ હુકમનામાથી નારાજ થઇ ગુજ.પાચુબેન નાનાભાઇના વારસો, રહે.વીરનગર, તા.જસદણ, જિ.રાજકોટના વીનુભાઇ બાવકુભાઇ વાળા, વિગેરેએ રાજકોટની ડીસ્ટ્રીકટ કોર્ટમાં સદરહુ મિલકતની તકરાર અંગે ભોગીલાલ ગીરધરલાલ કોટકના વારસો વિગેરે સામે અપીલ દાખલ કરી વાદગ્રસ્ત મિલકતના માલીકી, કબજા,તબદીલી સબંધે ચાલતા કામે કામચલાઉ મનાઇ હુકમ મળવા વિકલ્પે યથાવત સ્થીતી જાળવવા અરજી કરેલ. આ અંગે રાજકોટના એડી.ડિસ્ટ્રીકટ જજ શ્રી એચ.એ.બ્રહ્મભટ્ટે અપીલ રજીસ્ટરે લઇ રીસ્પોન્ડર નં.૧ ગુજ. ભોગીલાલ ગીરધરલાલ કોટકના વારસો શશીકાંત ભોગીલાલ કોટક વિગેરે-૭ તથા રીસ્પો નં.૨ ગુજ.વલકુભાઇ નાનાભાઇ ધાધલના વિધવા દેવકુબેન વલકુભાઇ ધાધલ, રીસ્પો.નં.૩ શરદકુમાર ગીરધરલાલ કોટક વિગેરે સામે સમન્સ અને કારણદર્શક નોટીસ કાઢી હાજર થવા ફરમાન કરેલ છે.

આ અપીલના કામે ગુજ.પાચુબેન નાનાભાઇના વારસો વીનુભાઇ બાવકુભાઇ વિગેરે તરફે રાજકોટના સીનીયર એડવોકેટ એલ.વી. લખતરીયા, બીનીતા જે.ખાંટ, ભાવિન આર.લીબાણી, યોેગેશ પી.ચૌહાણ રોકાયેલ છે.

(3:55 pm IST)