Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કાલે વિશ્વ આદિવાસી દિવસ : રેલી નીકળશે

ચાલો ચાલીએ અને ગૌરવશાળી સમાજના માથે સ્વાભિમાનનું નવું ફળીયુ બાંધીએ... :ભીલવાસ ચોકમાં ધ્વજવંદન, રોપા વિતરણ : ડો. આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર : ટુ-ફોર વ્હીલરમાં વિશાળ સંખ્યામાં ભાઈ - બહેનો જોડાશે : સમગ્ર ભીલ સમાજને આમંત્રણ

રાજકોટ, તા. ૮ : ૯ ઓગષ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આ દિવસ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દરમિયાન રાજકોટ શહેરમાં ધ્વજવંદન, રોપા વિતરણ, રેલી સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.

ભીલવાડા યુવક મંડળ, રાજકોટ દ્વારા આવતીકાલે આદિવાસી દિને સવારે ૯ થી ૧૧ દરમિયાન ભીલવાસ ચોકમાં ધ્વજવંદન સાથે રોપા વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહારનો કાર્યક્રમ યોજાયેલ છે.

રાજકોટ આદિવાસી ભીલ યુવા સંગઠન દ્વારા કાલે સાંજે ૫:૩૦ વાગ્યાથી બાઈકરેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો ભીલવાસ ચોકથી પ્રારંભ થઈ ત્રિકોણબાગ, એસ્ટ્રોન ચોક, કે.કે.વી. હોલ, રૈયા ચોકડી, એસ. કે. ચોક, કિશાનપરા ચોક, રેસકોર્ષ ચોક થઈ ભીલવાસ ચોકમાં સમાપન થશે. આ રેલીમાં ટુ અને ફોર વ્હીલરમાં મોટી સંખ્યામાં ભાઈ - બહેનો ઉમટી પડશે. ભીલ સમાજના તમામ ભાઈ - બહેનોને આમંત્રણ અપાયુ છે.આયોજનને સફળ બનાવવા આનંદ એચ. વાગડીયા (મો. ૯૨૨૭૧ ૮૬૧૮૬), વાઘેલા રાજ, મકવાણા મયંક, વાઘેલા જયેશ, રાઠોડ વિરાજ વિનોદભાઈ (મો.૯૨૬૫૪ ૨૪૦૯૪), વાઘેલા સંજયભાઈ મનસુખભાઈ, ધુણીયાતર મનીષભાઈ, રાઠોડ જીજ્ઞેશ, રાઠોડ વિરેન, મુલીયાણા મોહિલ, ચૌહાણ સુરેશભાઈ, રાઠોડ જયાબેન, સોલંકી વાશ્વીબેન (મો.૯૩૨૮૮ ૯૩૫૮૮), ગોરધનભાઈ વાઘેલા, દિનેશભાઈ મે, મહેશભાઈ વાઘેલા, વિજયભાઈ વાગડીયા, વિનોદભાઈ રાઠોડ, આર. ડી. પરમાર, પ્રકાશભાઈ વાઘેલા, રમેશભાઈ કોલી, મનોજભાઈ રમેશભાઈ કડવાતર, મુકેશભાઈ ચૌહાણ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અશોક બગથરીયા)(૩૭.૮)

(3:41 pm IST)