Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કલેકટર કચેરીમાં રીટાયર્ડ થઇ ગયેલા ડ્રાઇવરોને ફરીથી નોકરી ન આપોઃ બેરોજગારોને અન્યાય છે

૮ કલાકથી વધુ કામ લઇ તેનું વેતન પણ ચુકવાતુ નથીઃ કલેકટરને રજૂઆત : નિયમો મુજબ નિયત થયેલ એજન્સી પગાર પણ નથી આપતીઃ જાહેર રજામાં પણ કામ લેવાય છે

રાજકોટ તા.૭: રાજકોટ કલેકટર કચેરીમાં આઉટ સોર્સીગ હેઠળ ફરજ બજાવતા ડ્રાઇવરોએ કલેકટરને અરજી પાઠવી ઉમેર્યુ હતુ,ં કે જયારે જયારે આઉટ સોર્સીગ થી ડ્રાઇવરો વાહન ભાડે રાખવા માટેના જાહેર નિવિદા આપવામંાં આવે છે. ત્યારેતેના ડ્રાઇવરની ઉંમર ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ એવી શરતો રાખવામાં આવે છે, પરંતુ આ બાબતે જે તે વિભાગ દ્વારા રીટાયર્ડ થયેલા ડ્રાઇવરોને જે શારીરિક રીતે ફીટ ન હોવા છતાં ફરીથી સેવામાં લેવામાં આવતા હોઇ જેમાં ઉપરોકત શરતનું પાલન થતુ નથી અને જેતે વિભાગોના અધિકારીશ્રીઓ દ્વારા સાંઠગાંઠ રાખીને રીટાયર્ડ થયેલા ડ્રાઇવરોને ફરીથી સેવામાં રાખવામાં આવે છે. જેથી અન્ય લાયકાતવાળા અને બેરોજગાર ડ્રાઇવરો ને નોકરીઓ મળતી નથી અને આ અન્યાય સહન કરવો પડે છે. જેથી ૫૮ વર્ષથી વધુ કે જેઓ રીટાયર્ડ થઇ અને ફરીથી આઉટ સોર્સીગથી નોકરીમાં રાખવામાં આવેલ છે. તેવા ડ્રાઇવરોને તાત્કાલીક છુટા કરવા અને એ જગ્યાઓ પર નવા બેરોજગાર યુવાનોને નોકરીમાં રાખવા માટેની અમારી અપીલ છે.

ઉપરાંત અમો ડ્રાઇવર ભાઇઓને જે લાભો રેગ્યુલર અને કાયમી થયેલા ડ્રાઇવરોને સરકારી લાભો જેવા કે પીએફ, વીમો તથા અન્ય સરકારી લાભો મળે છે તેનાથી અમે વંચિત રહીએ છીએ. જેથી હવે પછી રીટાયર્ડ થતા માણસોને ફરીથી નોકરીમાં ન લેવા એવી અમારી માંગણી છે. ઉપરાંત અમો આઉટ સોર્સીગથી રાખવામાં આવેલા ડ્રાઇવરોને જે તે એજન્સીઓ દ્વારા નિયમોનુસાર મંજૂર થયેલા પગાર ધોરણ પ્રમાણ કરતા ખુબ જ ઓછી રકમ આપવામાં આવે છે. અને  આ રીતે અમો નાણાકીય શોષણનો ભોગ બનીએ છીએ. આઉટ સોર્સીંગથી રાખવામાં આવેલા ડ્રાઇવરો પાસેથી જાહેર રજા તથા અન્ય રજાઓમાં પણ અમારી પાસેથી કામની ૮ કલાક કરતા પણ વધારે કામગીરી લેવામાં આવતી હોય છે. જેનુ અલગ થી અમોને વેતન ચુકવવામાં આવતું નથી છતાં પણ અમારી ના છુટકે કામગીરી કરવી જ પડે છે. ઉપરાંત અમોને જે તે કચેરીમાં અમો અમારી ફરજ પર હોઇ એજ કચેરી દ્વારા અમોને અમારા વેતનની ચુકવણી કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો અમોને વેચન પુરેપુરૂ મળી શકે તેમ માંગણી કરાઇ હતી.

આ રજૂઆત કરવામાં સત્યજીત પરમાર, જાવેદભાઇ પઢીયાર, મીનલ પરમાર, નીલેશભાઇ વાઘેલા, મનોજ રાજપરા, મેઘરાજસિંહ જાડેજા સહિતના કુલ ૪૩ ડ્રાઇવરો જોડાયા હતા.

(4:08 pm IST)