Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ખેડૂતોને ખેતી માટે વધુ વીજળી આપવાની અને કૃત્રિમ વરસાદના પ્રયોગ કરવાની તૈયારી

વરસાદ ખેંચાતા સરકારે પૂરઝડપે તૈયારી આદરી : ટુંક સમયમાં મહત્વનો નિર્ણય

રાજકોટ, તા. ૧ :  રાજયમાં પહેલા તબક્કાનો વરસાદ મોડો આવ્યા બાદ પખવાડિયાથી મેઘરાજાએ મોટુ ફેરવી લેતા ચિંતાના વાદળો ઘેરાયા છે. સંભવિત અછતના સામના માટે આજે મુખ્યમંત્રીના બંગલે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ખેડૂતો માટે વીજળી- પાણી સંદર્ભે મહત્વનો નિર્ણય થવાના નિર્દેષ છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા વાવેતર પર જોખમ ઉભુ થયુ છે. ખેતી માટે પાણી અને વિજળીની ખાસ જરૂર છે. સરકાર હાલ ખેતી માટે ૮ કલાક વિજળી આપી રહ્યાનો દાવો કરી રહી છે. ખેડૂતોની સ્થિતિ ધ્યાને રાખીને વધુ બે ત્રણ કલાક વિજળી આપવાનો નિર્ણય થાય તેવી પ્રબળ સંભાવના છે. ગાંધીનગરમાં વિજ ઉત્પાદન અને વિજની જરૂરીયાતના આંકડા ધ્યાને રાખી નિર્ણય કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત કૃત્રિમ વરસાદના પ્રયોગ કરવા માટેની પણ વિચારણા થઈ રહી છે. ખેતી માટે જરૂરી વ્યવસ્થા કરવા ઉચ્ચ સત્તાધિશો બેઠકોનો દોર ચલાવી રહ્યા છે.(૯.૧૧)

(4:04 pm IST)