Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જાતિ પ્રત્યે હડધુત કરી ધમકી આપવાના ગુનામાં પકડાયેલ આરોપીનો છુટકારો

રાજકોટ, તા.૮: એડી.સેસન્સ જજ શ્રી એચ.એમ.પવારે એટ્રોસીટીની કલમ ૩ (૧), (આર) (એસ) (ઝેડ) (ઝેડ-એ) (સી)૩ (ર) (પ-એ) તથા આઇ.પી.સી.ની કલમ પ૦૪, ૫૦૬(ર) મુજબના ગુન્હાના આરોપીને નીર્દોષ છોડી મુકતો ચુકાદો ફરમાવેલ છે.

બનાવની ટૂંક હકીકત એવી છે કે વીછીયા તાલુકાના વડોદ ગામમાં તા.૧-૪-૨૦૧૮ના રોજ રાત્રે આશરે ૯:૩૦ વાગ્યે રામા મંડળ રમવા આવેલ અમીતભાઇ રમેશભાઇ સુમણીયાને વડોદ ગમાના રહેવાસી ગોરધનભાઇ રવજીભાઇ તાવીયાએ જ્ઞાતી પ્રત્યે હડધુત કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં તા.૨૧-૪-૨૦૧૮ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી.

ફરીયાદમાં કરવામાં આવેલ આક્ષેપ મુજબ આરોપી ગોરધનભાઇ તાવીયાએ ફરીયાદી અમીતભાઇ રમેશભાઇ સુમણીયાને તે હરીજન હોઇ જ્ઞાતી પ્રત્યે હડધુત કરી અને મંદિરમાં પ્રદેશ કરવાની ના પાડેલ અને રામા મંડળમાંથી ચાલ્યો જા નહી તો જાનથી મારી નાખીશ તેવુ જણાવી ગાળો બોલી આપેલ હોવાના આક્ષેપ કરવામાં આવેલ હતો.

આ કામે ચાર્જસીટ થતા સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા તમામ સાહેદોની ઝીણવટ ભરી ઉલટ તપાસ દરમ્યાન કોર્ટ સમક્ષ આવે તથ્યો તેમજ આરોપીના વકીલશ્રી સંજય એચ.પંડિતની દલીલોને ધ્યાને લઇ એડી.સેસન્સ જજશ્રી એચ.એમ.પવારે આરોપીને નીર્દોષ છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી વતી એડવોકેટ સંજય એચ, પંડિત, બલરામ પંડિત, રીધ્ધી રાજા, નીલેષ ખુમાણ વિગેરે રોકાયેલ હતા.

(3:49 pm IST)