Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

નોકરી અપાવવાના બહાને ઠગાઇ કરવા અંગે આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૮: નોકરી અપાવવાના બહાને લાખો રૂપીયાની છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીનો જામીન ઉપર  છુટકારો અદાલતે ફરમાવેલ. હતો.

આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી જાગૃતિબેન નરેન્દ્રભાઇ રહે-ગુ.હા.બોર્ડ સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટના એ તા.૨૮-૯-૨૦૧૦ના રોજ ''એ'' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વેદાંત જીતેન્દ્રભાઇ વૈષ્ણવ રહે-હાલ-વાસણા, અમદાવાદ, સ્પેસ એરોલ કોમ્પલેક્ષ, બી-૧૦૩, સ્વામીનારાયણ પાર્કની બાજુમાં, અમદાવાદ વિગેરે વિરૂધ્ધ પોતાને તથા અન્ય સાહેદોને નોકરી અપાવવાન બહાને રૂ.૭,૬૬,૦૦૦ ઓળવી જઇ છેતરપીડી કરેલ હોવાની ફરીયાદ નોધાવેલ.

આ કામના આરોપીને પોતાના એડવોકેટ અમીત એન.જેનાણી મારફત રેગ્યુલર જામીન ઉપર  મુકત થવા અરજી કરેલ. જેમાં બચાવ પક્ષે તેમના એડવોકેટ જણાવેલ કે ઉપરોકત ગુનામાં તેઓનો કોઇ પ્રત્યક્ષ રોલ નથી કે તેઓ સંડોવાયેલા નથી.

ઉપરોકત રજુઆતોને ધ્યાને લઇ રાજકોટના એડી.સેશન્સ જજ શ્રીએ આરોપી વેદાંત જીતેન્દ્રભાઇ વૈષ્ણવને દસ હજારના શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો. આ કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી અમીત એન.જનાણી કિશન વાલવા, વિજય જોશી રોકાયેલા હતા.

(3:48 pm IST)