Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

રાજવી મયુરભાઈ શાહનો લેટની પરિક્ષામાં દેશભરમાં ૧૬૯૮મો ક્રમાંકઃ જીએનએલયુ ગાંધીનગરમાં નેશનલ કવોટામાં એડમીશન

માતાની ૧૨ વર્ષની બીમારીમાં સેવા કરીઃ માતાના અવસાન બાદ મકકમ મન સાથે આગળ વધી :ભણવા ઉપરાંત રાજયકક્ષાએ બેડમીંટનમાં પણ ઉત્કૃષ્ઠ દેખાવ

રાજકોટ,તા.૮: રાજવી મયુરભાઈ શાહે ધોરણ ૧૦ માં A-૧ ગ્રેડ સાથે ૧૦ માંથી ૧૦ CGPA પ્રાપ્ત કર્યા બાદ ધોરણ ૧૨ માં મોદી સ્કુલ (CBSE) માંથી ૯૧.૩૩ %માર્કસ સાથે ઉતિર્ણ થઇ હતી અને સ્ટુડન્ટ ઓફ ધી ઇયરનો એવોર્ડ સાથે ૬ એવોર્ડ મેળવેલ છે. સ્પોર્ટસ માં પણ રાજયકક્ષાએ બેડમીન્ટન માં એવોર્ડ મેળવેલ છે. ધોરણ ૧૨ પછી સી.એસ. ફાઉન્ડેશન માં સમગ્ર ભારત માં ૧૫ માં ક્રમે આવી મોદી સ્કુલ નુ નામ રોશન કરેલ. હાલ માં કલેટ ની પરિક્ષામાં દેશભરના ૬૦૦૦૦ થી પણ વધુ સ્ટુડન્ટ માંથી ૧૬૯૮ નો ક્રમ લઇ GNLU(ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી) ગાંધીનગર જેવી ખ્યાતનામ યુનિવર્સીટી માં નેશનલ કવોટા માં એડમીશન મેળવી એક અનેરી સિધ્ધી પ્રાપ્ત કરેલ છે. આ સિધ્ધી માટે ICSI તેમજ કેરીયર લોન્ચર દ્વારા રાજકોટ અને અમદાવાદ ખાતે  રાજવીને એવોર્ડ થી નવાજવા માં આવેલ છે. અનેક સિધ્ધી ઓ લઇ મોદી સ્કુલ અને શાહ પરિવારનુ ગૌરવ વધારેલ છે. આ તમામ સફળતાઓ પાછળ મોદી સ્કુલ ના શિક્ષણ અને સંસ્કાર અને મોટી બહેન કિંજલ, પિતા મયુરભાઇ શાહ (મો.૯૪૨૮૨ ૦૦૦૭૫) નો સિંહ ફાળો છે. અત્રે એક એ પણ નોંધ લેવા જેવી વાત છે કે રાજવીના મમ્મી મીતાબેન ની ૧૨ વર્ષ ની બીમારી અને ૨ વર્ષ પહેલા તેમનું અવસાન થયેલ છે આવી પરિસ્થીતી માં પણ સહેજ પણ નાસીપાસ થયા વગર આ સિધ્ધી ઓ મેળવેલ છે.

(3:40 pm IST)