Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ઈન્દિરાજી પછી ૪૯ વર્ષે મહિલા નાણાપ્રધાન દ્વારા બજેટઃ આધાર દ્વારા આઈ.ટી.રીટર્નનું પગલુ શ્રેષ્ઠ

૧ કરોડના ઉપાડ પર ટીડીએસ અસહય લાગે, પણ કાળા નાણાને બ્રેક લાગશે

૧૯૭૦માં ઈન્દીરા ગાંધીએ બજેટ રજુ કરેલ એ પછી ૪૯ વર્ષ પછી મહીલા નાણાપ્રધાન દ્વારા બજેટ રજુ કરવામાં આવેલ છે. આ વખતના બજેટને ઓવરઓલ પોઝીટીવ અને સારુ કહી શકાય. મારા મત મુજબ આ વખતનું બજેટ ભાષણ ઘણું સારું હતું. જે લગભગ બે કલાક અને ૧૫ મીનીટ જેટલું ચાલેલું અને પેટ્રોલ- ડીઝલ પરની  સેસ અને ગોલ્ડ પરની એકસાઈઝ ડયુટી સિવાય લગભગ બધુ જ સારી રીતે આવકાર પામેલ.

આ વખતના બજેટમાં ઓવરઓલ રોકડથી થતા ટ્રાન્ઝેકશનસ ઘટાડવા, અમીરો પર વધારાનો ટેકસ, મહીલાઓ અને સ્ટાર્ટઅપસ માટે ખાસ યોજના, નાના અને મધ્યમ વેપાર ઉદ્યોગને નાણાકીય સહાય, ઈલેકટ્રીક વાહનોની ખરીદી પર ભાર, મિડલ કલાસને ઘર ખરીદવામાં રાહતો, આધાર કાર્ડ દ્વારા રીટર્ન ફાઈલીંગ, દરેક ગામોમાં પાયાની સગવડતાઓ, સ્ટડી ઈન ઈંડીયા, સ્ટાર્ટઅપ માટે એકસકલુઝીવ ટીવી ચેનલ વગેરે મુદ્દાઓ પર મહત્વનું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવેલ.

આ વખતમાં બજેટના જો અમુક વેલકમ સ્ટેપસની વાત કરીએ તો તેમાં એક અગત્યનું સ્ટેપ છે. આધાર કાર્ડ દ્વારા આઈ.ટી. રીટર્ન ફાઈલીંગ આપણ ફાઈનાન્સ મીનીસ્ટરએ જણાવ્યુ એ પ્રમાણે ૧૨૦ કરોડ કરતા પણ વધારે લોકો હવે આધાર કાર્ડ ધરાવે છે.ઙ્ગ એવા સમયે ફકત આધાર કાર્ડ દ્વારા આઈ.ટી. રીટર્ન ફાઈલ કરવાની ફેસીલીટીથી આઈ.ટી.રીટર્નને આવકાર મળશે.

        વેલકમ

બીજો એક મહત્વનો સ્ટેપ કંપની માટે લેવામાં આવેલ છે. જે મુજબ ૪૦૦ કરોડથી ઓછુ ટર્નઓવર ધરાવતી કંપનીઓને હવે ઈન્કમ ટેક્ષ (કોર્પોરેટ ટેક્ષ) ૨૫ ટકા જ લાગશે. જે પહેલા ૨૫૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે જ હતું. ૯૯.૩ ટકા કંપનીઓ ૪૦૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવે છે. જે આ ટેક્ષ બેનીફીટનો લાભ લઈ શકશે અને તેમને નવા ધંધા- વેપાર માટે એક પ્રકારનું બુસ્ટ મળી રહેશે.

કરદાતા માટે જો કોઈ અન્ય મહત્વનું વેલકમ સ્ટેપ હોય તો એ છે. ''ઈ સ્કુટીની'' ફેઈસલેસ પ્રોસીડીંઝ જેના અંતર્ગત ઈન્કમ ટેક્ષ સ્કુટીની નોટીસ સેન્ટ્રલી જનરેટ કરી મોકલવામાં આવશે અને જેમાં એસેસીંગ ઓફિસરનું નામ, હોદો કે જગ્યા કાઈપણ દર્શાવવામાં આવશે નહી તથા કરદાતા કે જેમને આ પ્રકારની નોટીસ આપવામાં આવશે. તેમનો રીપ્લાય ઓનલાઈન જ આપવાનો રહેશે. એટલે કે કોઈપણ પ્રકારનું હવે રહેશે નહી અને માલ પ્રેકટીસને રોકી શકાશે.

સરકારે રોકડમાં વ્યાપારી ચૂકવણીનો પ્રેકટિશને નિરાશ કરવા એક વર્ષમાં એક કરોડથી વધુના બેંકમાંથી રોકડ ઉપાડ પર ૨ ટકાની ટીડીએસ વસુલાતની દરખાસ્ત કરેલ છે. તદઉપરાંત રૂ.૫૦ કરોડ કે તેથી વધુના વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિઝનેસ યુનિટ, ફચ્જ્વ્, ય્વ્ખ્લ્, આધાર પેટા, ભીમ વગેરે દ્વારા થતા ઓનલાઈન પેમેન્ટ પર કોઈપણ પ્રકારનો ચાર્જ લઈ શકાશે નહી તથા ભોગવશે પણ નહી. આર.બી.આઈ અને અન્ય બેંકોએ ખર્ચને શોષશે. આ નિર્ણયને કાળા નાણા રોકવા માટેનું એક મહત્વનું સ્ટેપ કહી શકાય.

નાના અને મધ્યમવર્ગના વેપાર ઉદ્યોગોને વેગ આપવા માટે સરકારે ૧ કરોડની લોન ફકત ૫૯ મીનીટમાં પ્રોસેસ કરી આપવાની જાહેરાત કરેલ છે. તદ્દઉપરાંત સ્ટાર્ટઅપ માટે ઈન્કમ ટેક્ષ તરફથી અમુક ઈકવાયરી અને ફોર્માલીટીમાં રાહત આપવામાં આવી છે.

આ ઉપરાંત ઈલેકટ્રીક વાહનોની ખરીદી અપેક્ષા કરતા ઓછી થાય છે. એવામાં ઈલેકટ્રીક વાહનોની ખરીદીને પ્રોત્સાહત આપવા સરકાર ઈલેકટ્રીક વાહન ખરીદવા  લેવાયેલી લોન પર વ્યાજ ચૂકવતા રૂ.૧.૫ લાખ સુધીનું આવકવેરામાં ડીડકશન આપશે.

બધા જ વેલકમ સ્ટેપની સામે જો કોઈ નિર્ણય હોય કે જેને નેગેટીવ ગણવામાં આવે તો તે છે. પેટ્રોલ અને ડીઝલ પરની ૧ રૂ.ની સેસ કે જેને કારણે પેટ્રોલ- ડીઝલમાં ભાવમાં વધારો થશે તથા સોનામાં પણ કસ્ટમ ડયુટી વધારીને ૧૨.૫ ટકા કરવામાં આવી છે. આ ઉપરાંત નોકરીની તકો કેવી રીતે ઉભી કરવામાં આવશે. તે ઉપર  કોઈ પ્રત્યક્ષ વાત કરવામાં આવી નથી.

સી.એ.ભાવિન મહેતા, 

ચેરમને રાજકોટ બ્રાંચ, ધ ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈંડિયા, મો.૯૯૭૪૭ ૪૧૩૧૨

(3:39 pm IST)