Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

સોનીબજારમાં ગ્રાહક બની સોનાના ચેનની ચોરી કરનાર આરોપી વિરલ રાધનપુરાને ઝડપી લેતી એ ડિવિઝન પોલીસ

ચેનનો 1,87 લાખની કિંમતનો 52 ગ્રામ સોનાના ઢાળીયો કબ્જે

રાજકોટ સોનીબજારમાં આવેલ સોનિક જવેલર્સમાં ગ્રાહક બનીને આવેલ અને દુકાનમાંથી સોનાના ચેનની ચોરી કરવાના આરોપસર એ ડિવિઝન પોલીસે વર્ધામનગર શેરી ન,9માં રહેતા વિરલ કિશોરભાઈ રાધનપુરાને ઝડપી લઇને ચેનનો 1,87 લાખની કિંમતનો સોનાનો ઢાળીયો કબ્જે કર્યો છે

 સોનીબજારમાં સોનિક જવેલર્સમાં તા,27 અને તા,29ના રોજ કુલ 52 ગ્રામ સોનુ અજાણ્યો શખ્શ ચોરી ગયાની ફરિયાદ બાદ એ ડિવિઝનના પો,ઇન્સ,એન,કે,જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ પો,સબ,ઇન્સ,એસ,વી,સાખરા એ,એસ,આઈ,ભરતસિંહ ગોહિલ અને પો,હેડ,કોન્સ,ઇન્દ્રસિંહ જાડેજા અને હારૂનભાઇ ચનિયા ડીડી જાડેજા પો,કોન્સ,અશોકભાઈ ડાંગર ને નરેશકુમાર ઝાલા મેરૂભા ઝાલા હાર્દિકસિંહ પરમાર તપાસમાં હતા ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પડ્યો હતો

(11:19 pm IST)