Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

ફાળદંગમાં ૭૦ વર્ષના ચંદ્રકાંતભાઇ કોટક પર ગોલીડાના કાળુ કાઠીનો હુમલો

રાજકોટઃ કુવાડવા તાબેના ફાળદંગ બેટી ગામે રહેતાં અને દૂકાન ધરાવતાં ચંદ્રકાંતભાઇ લાભચંદભાઇ કોટક (ઉ.૭૦) નામના લોહાણા વૃધ્ધ પોતાની દૂકાન પાસે હતાં ત્યારે ગોલીડા ગામના કાળુ કાઠીએ આવી ઝઘડો કરી લાકડાના હાથાવાળી કુહાડીથી હુમલો કરી ચંદ્રકાંતભાઇના પગના નળામાં ઘા ઝીંકી ઇજા કરતાં દાખલ કરાયા છે. કુવાડવાના પીએસઆઇ પી.સી. મોલીયાએ ગુનો નોંધી કાળુની શોધખોળ હાથ ધરી છે. અગાઉ કાળુના ભાઇ દિનેેશ ચંદ્રકાંતભાઇ સાથે ઝઘડો કર્યો હતો. આ બાબતે કાળુએ સમાધાન કરી લેવાનું કહેતાં આ વૃધ્ધે ના પાડતાં હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ગુંદાવાડી-૨૬માં રહેતાં વૃધ્ધના પુત્ર જીજ્ઞેશભાઇ કોટકની ફરિયાદ નોંધી છે.

(10:36 am IST)