Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

નવા થોરાળામાં રિસામણે બેઠેલી બહેન બાબતે દિનેશનો વસંતભાઇ રાઠોડ પર ટોમીની હુમલો

રાજકોટઃ નવા થોરાળા પાસે અવધ પાર્ક-૩માં રહેતાં વસંતભાઇ હમીરભાઇ રાઠોડ (ઉ.૫૫) નામના પ્રોૈઢ ૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે ચાલીને જતાં હતાં ત્યારે નવા થોરાળા-૫માં રહેતાં દિનેશ મનસુખભાઇ સોહેલીયાએ પોતાની બહેન રિસામણે બેઠી હોઇ તે બાબતે વસંતભાઇ સાથે વાતચીત કરી ઉગ્ર થઇ જઇ ગાળો દઇ ઝપાઝપી કર્યા બાદ લોખંડની ટોમીથી હુમલો કરી ડાબા પગમાં ઇજા કરતાં થોરાળાના પીએસઆઇ પી. ડી. જાદવે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:35 am IST)