Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

મ્યુ. કોર્પોરેશન તથા રાજકોટ રાજય ફાઉન્ડેશન દ્વારા કાલે માં વાત્સલ્ય કેમ્પ

રાજકોટ તા ૮  :  મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પુરી પાડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે રાજકોટ મહાનગરપાલીકાની આરોગ્ય સમિતિ તથા રાજકોટ રાજય ફાઉન્ડેશન દ્વારા તા.૦૯ જુન રવિવારના રોજ સવાર ૧૦ વાગ્યે આનંદ વિદ્યાલય, રેલનગર મેઇન રોડ, રાધિકા ડેરીની સામેની શેરી, રાજકોટ ખાતે મૉ વાત્સલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પનું ઉદ્ઘાટન અંજલીબેન રૂપાણી દ્વારા દિપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવશે, તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે.

આ અંગે આરોગ્ય સમિતી ચેરમેન જયમીન ઠાકર દ્વારા વધુમાં જણાવવામાં આવેલ છે કે, સરકારશ્રીના નિયમાનુસાર વાર્ષિક કોૈટુંબિક આવક રૂા ૪.૦૦ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબોને મૉ વાતસલ્ય કાઢી આપવામાં આવે છે. '' માં વાત્સલ્ય ''યોજના હેઠળ હ્રદયના ગંભીર રોગો, કિડનીના ગંભીર રોગો, મગજના ગંભીર રોગો, અકસ્માતના કારણે થયેલ ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર (કેન્સર સર્જરી, કેમોથેરાપી તથા રેડીયોથેરાપી), ઘુંટણ અને થાપાના રીપ્લેસમેન્ટ તેમજ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાનટેશન, અને  પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટેશન જેવી બીમારીઓ તથા દાઝી ગયેલની બીમારીની કુલ ૬૯૮ જેટલી પ્રોસીજર માટે ઉત્તમ પ્રકારની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. માં વાત્સલ્ય યોજના હેઠળ રાજકોટ શહેરની પ્રાઇવેટ હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલ એમ કુલ ૪૦ હોસ્પિટલમાં  વિનામૂલ્યે  સારવાર આપવામાં આવે છે.

આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિતી તરીકે મોહનભાઇ કુંડારિયા, ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મીરાણી, નીતિનભાઇ ભારદ્વાજ, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, ભાનુબેન  બાબરીયા, અશ્વિનભાઇ મોલીયા, ભીખાભાઇ વસોયા, દલસુખભાઇ જાગાણી, અજયભાઇ પરમાર, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, દેવાંગભાઇ માંકડ, ગાયત્રીબા વાઘેલા, ગીતાબેન પુરબીયા, અતુલભાઇ રાજાણી, દિલીપભાઇ આસવાણી, ઉપસ્થિત રહેશે.

આ કેમ્પમાં અતિથી વિશેષ તરીકે માંધાતાસિંહજી જાડેજા, શ્રી કાદમ્બરીદેવી રાણીસાહેબ ઓફ રાજકોટ, જયદીપસિંહજી જાડેજા, શિવાત્મીકાદેવી, મૃદુલાકુમારી હાજર રહેશે. તેમજ મુખ્ય મહેમાન તરીકે દિનેશભાઇ કારીયા, હેમુભાઇ પરમાર,રાજુભાઇ દરિયાનાણી, જગદીશભાઇ ભોજાણી પણ હાજર રહેશે.

(3:46 pm IST)