Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

જંકશન પ્લોટમાં મહિલા સંચાલીત જુગારધામ પર ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ છ મહિલા પકડાઇ

ફલેટ માલીક ચંદ્રીકા પાઉ તથા લીલા ઠુમ્મર, હિનાબા ડાભી, દિવ્યા દેવડા, દક્ષા દવે અને સરોજ સોનરાતની ધરપકડ

રાજકોટ તા. ૮: જંકશન પ્લોટમાં આવેલ ગુરૂકૃપા એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી છ મહિલાને પકડી લીધી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર અજયકુમાર ચૌધરી તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, બીપીનદાન ગઢવી, હેડ કોન્સ. જયંતીભાઇ, ઘનશ્યામસિંહ, કરણભાઇ, સંજયભાઇ, અને મીતાલીબેન ઠાકર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. જયંતીભાઇ અને મીતાલીબેન તથા સંજયભાઇને મળેલી બાતમીના આધારે જંકશન પ્લોટ શેરી નં. ૧પમાં ગુરૂકૃપા એપાર્ટમેન્ટ પહેલા માળે ફલેટ નં. ૧૦૧ માં રહેતી ચંદ્રીકા માધવજીભાઇ પાઉં (ઉ.વ. પપ) ના ફલેટમાં દરોડો પાડી ફલેટ માલીક ચંદ્રીકા તથા આશાપુરા શેરી નં. ૭ ની લછીલા લક્ષ્મણભાઇ ઠુમ્મર (ઉ.વ. ૪૦), સુખસાગર શેરી નં. ૪ ની હિનાબા મયુરસિંહ ડાભી (ઉ.વ. ૩૮), વીનાયક સોસાયટીની દિવ્યા વિજયભાઇ દેવડા (ઉ.વ.૩૦), મવડી ચોકડી આકાશદીપ સોસાયટીની દક્ષા હિતેશભાઇ દવે (ઉ.વ. ૩૩) અને પુનીતનગર સોસાયટી શેરી નં. ૧ ની સરોજ વિજયભાઇ સોનરાત (ઉ.વ. ૩પ) ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૪૧૮૬૦ ની રોકડ તથા ચાર મોબાઇલ સહિત રૂ. પ૯૮૬૦ ની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:45 pm IST)