Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સ્પામાં કામ કરતી હસીના ઉર્ફ નેહાને શોધવા મામલે બઘડાટીઃ પાંચની ધરપકડ

તાલુકા પોલીસે નાના મવા સર્કલ પાસેના સ્પા સંચાલક અશોક, તેના મિત્ર વિજય, કર્મચારી રાજેશ તથા સામા પક્ષના સમીર અને મનિષને પકડ્યા

જ્યાં ધમાલ થઇ તે ડિવાઇન હંસ સ્પા, પોલીસ બધાને પકડીને લઇ ગઇ તે દ્રશ્યો અને સામ-સામી ફરિયાદ બાદ જેની ધરપકડ થઇ તે પાંચ શખ્સો (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટઃ પોલીસે આ ડખ્ખામાં સામ-સામી બે ફરિયાદ નોંધી પાંચની ધરપકડ કરી છે. રૈયા ચોકડી પાસે સરકારી કર્મચારી સોસાયટી-૭માં રહેતાં અને નાના મવા સર્કલ પાસે ડિવાઇન હંસ સ્પા ચલાવતાં વાળંદ યુવાન અશોક ધીરજલાલ વાઘેલાની ફરિયાદ પરથી સમીર યાસીનભાઇ અને મનિષ કિરીટભાઇ સામે ગુનો નોંધ્યો છે.   અશોકના કહેવા મુજબ તે પોતાના સ્પામાં હાજર હતો ત્યારે સમીર અને મનિષ આવ્યા હતાં અને સમીરે મારી મિત્ર હસીના ઉર્ફ નેહા કયાં છે? તેમ પુછતાં મેં તેને કહેલ કે તે દસ દિવસથી આવી નથી, મને ખબર નથી. આથી બંનેએ તમે ખોટુ બોલો છો કહી ઝઘડો કરતાં મેં ગભરાઇને મારા સગા વિજય ઘનશ્યામભાઇને ફોન કરી બોલાવતાં  આ બંને વધુ બોલાચાલી કરવા માંડ્યા હતાં અને બંનેએ અમારી પાસે છરી છે તે સગી નહિ થાય તેમ કહી હવે તમે સ્પા કેમ ચલાવો છો, બંધ કરાવીને જ રહીશ...તેવી ધમકી આપી હતી. હસીના ઉર્ફ નેહા મારે ત્યાં બે માસથી કામ પર આવતી હતી. પણ દસેક દિવસથી આવી નથી, તે કયાં છે તેની મને ખબર નહોતી. આમ છતાં સમીર અને તેના મિત્રએ આ બાબતે પુછી મને માર મારી ધમકી દીધી હતી.

સામા પક્ષે કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાછળ વૈશાલીનગર-૩માં રહેતાં સમીર યાસીનભાઇ (બાબાભાઇ) પઠાણ (ઉ.૨૪)ની ફયિરાદ પરથી અશોક સ્પાવાળા અને તેની સાથેના બે અજાણ્યા સામે ગુનો દાખલ કરાયો છે. સમીરે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા મિત્ર મનિષ સાથે ડિવાઇન હંસ સ્પામાં મારી મિત્ર હસીના ઉર્ફ નેહા મયુદ્દીનભાઇ મન્સુરી કામ કરતી હોઇ તેને શોધવા માટે ગયો હતો. સ્પામાં જઇ મેં સંચાલક અશોકભાઇને હસીના કયાં છે? કોની સાથે ગઇ છે? થેલો તો પડ્યો છે...તેમ પુછતાં તેણે એ હાલ અહિ કામ કરતી નથી તેમ કહ્યું હતું. મેં તેને તેના વિશે જણાવવા કહેતાં તેણે ફોન કરી બીજા બે શખ્સોને બોલાવ્યા હતાં અને બાદમાં મને તથા મારા મિત્રને લાફા ઢીકા-પાટા માર્યા હતાં અને સ્પામાં દેખાણો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. અમે હાથે પગે લાગી માર નહિ મારવા આજીજી કરી હતી છતાં મારકુટ કરી હતી. તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારા અને ટીમના આર. બી. જાડેજા, હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી સહિતે બે ગુનામાં પાંચ શખ્સો અશોક ધીરજલાલ વાઘેલા (રહે. સરકારી કર્મચારી સોસાયટી), વિજય ઘનશ્યામભાઇ પરમાર (રહે. ભાવનગર મસ્તરામ મંદિર પાછળ, હાલ રાજકોટ), રાજેશ મોતીસિંગ નેપાળી (રહે. જે. કે. ચોક સરકારી કવાર્ટર) તથા સમીર યાસીનભાઇ પઠાણ (રહે. વૈશાલીનગર-૩) તથા મનિષ કિરીટભાઇ સોની (રહે. રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક-૩)ની ધરપકડ કરી હતી. મારામારીનો વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને તાકીદે કાર્યવાહી કરી હતી.

(3:43 pm IST)
  • બ્રેઈન ટ્યુમર માટે નવી સારવાર પદ્ધતિ જાહેર થઈ અમેરિકા અને ભારતમાં બ્રેઈન ટ્યુમરની સારવાર માટે બેંગાલુરૂ સ્થિત 'એસબીએફ હેલ્થ કેર એન્ડ રીસર્ચ સેન્ટર' આજે ખાસ - નોન ઈન્વેઝીવ સીકવેન્સીયલ મેગ્નેટીક ફિલ્ડ થેરપીની જાહેરાત કરી છે access_time 5:43 pm IST

  • આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી કરનારાઓ માટે આવતા મહિનાથી એએસએફ (એરપોર્ટ સિકયોરીટી ફી)માં ૩.૨૫ ડોલરમાંથી ૪.૮૫ ડોલરનો વધારો કરવામાં આવશે access_time 5:45 pm IST

  • નવજોત નારાજ : પ્રિયંકા - અહેમદ પટેલને મળશે પંજાબ કેબીનેટમાં મુખ્યમંત્રી અમરીન્દરસિંઘે જે સ્થાન આપ્યુ તેનાથી નારાજ નવજોતસિંઘ સિદ્ધુ તુરતમાં કોંગી દિગ્ગજ અહેમદભાઈ પટેલ અને પ્રિયંકા ગાંધીને મળશે તેમ જાણવા મળે છે access_time 5:46 pm IST