Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

માલધારી ફાટક પાસે સબમર્શીબલ બનાવવાના કારખાનામાં ભીષણ આગ : લાખોનું નુકશાન

રાજકોટ : ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે પૃથ્વી સબમર્શીબલ નામના કારખાનામાં સવારે એકાએક ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. કારખાનાના કર્મચારીએ જાણ કરતા સાત ફાયર સ્ટેશનોમાંથી આઠ ફાયર ફાઇટર સાથે ફાયર સ્ટાફ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ વાઇડીંગ કોપર વાયર તૈયાર પમ્પસમાં તમામ પાર્ટસ તથા તેને લગતા મશીનરી જે ત્રણ માળના બીલ્ડીંગ અંદર તેમજ અન્ય સામગ્રીમાં લાગી હતી. આગ ત્રણ માળ સુધી પ્રસરી જતા ફાયર બ્રિગેડ સ્ટાફે અંદાજે ૪૦ ફેરા કર્યા હતાં અને આગને કાબુમાં લીધી હતી. આગ કયા કારણોસર લાગી અને તેમાં થયેલી નુકસાનીનો ચોક્કસ આંક જાણવા તપાસ થઇ રહી છે.

(3:49 pm IST)