Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

એટેકથી નહી, રિસ્પેકટથી વાત કરો, તમારી વાત કયારેય રિજેકટ નહીં થાય :પૂ. પારસમુનિ

રાજકોટ તા ૮  :  ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. સદ્ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા. ના સુશિષ્ય સદ્ગુરૂદેવશ્રી પારસમુનિ મ.સા. સંસ્કારી નગરી વડોદરામાં પધારતા શ્રી અલ્કાપુરી સ્થા.જૈન સં, વડોદરા પ્રમુખ હરેશભાઇ લાઠિયાએ  ગુરૂદેવનું સ્વાગત કરેલ અને જણાવેલ કે, સત્તર વર્ષે આપનું શ્રીસંઘમાં આગમન અમારા અંતરને આનંદ આપનારૂ છે. શ્રીસંઘમાં વિશેષ લાભ આપવા આગ્રહભરી વિનંતી કરેલ.

શ્રી સ્થા.જૈન સંઘ શાસ્ત્રીપોળના પ્રમુખ મનોજભાઇ કોઠારી, રાજુભાઇ ચુડગર આદી કારોબારી તથા ટ્રસ્ટીગણ, શ્રી ઇન્દ્રપુરી સ્થા.જૈન સંઘના પ્રમુખ ધર્મપાલજી આદી તથા નિઝામપુરા સ્થા.જૈન સંઘના પ્રમુખ કમલેશભાઇ દેસાઇ આદિ પૂ. ગુરૂદેવને શ્રીસંઘોમાં પધારવા વિનંતી કરવા પધારેલ.

પૂ. ગુરૂદેવ સમયાભાવને કારણે અવસરે પધારવા અને વિશેષ લાભ આપવા જણાવેલ, અલ્કાપુરી શ્રીસંઘથી વિહાર કરી અશોકભાઇ બગડીયા, વિપુલભાઇ મગીયા, કમલેશભાઇ પંચમીયા, દિલીપભાઇ શાહ, ને ગૃહાંગણે પધારી નિઝામપુરા શ્રીસંઘમાં પધારેલ, ત્યાં ગુરૂદેવે ફરમાવેલ એટેક સાથે નહીં, રિસ્પેકટ સાથે વાત કરો, તમારી વાતરિજેકટ નહીં થાય, કર્મ સર્વસતાધીશ નથી, આત્મા સર્વસતાધીશ છે.

પૂ. ગુરૂદેવ નિઝામપુરાથી વિહારકરી તપન ચેડગર, રવિચુડગર ની ફેકટરી પર પગલા કરી શુભાશિષ સાથે મંગલપાઠ આપી ઁકારતીર્થ પધારેલ, ત્યાં આણંદ શ્રીસંઘ પધારેલ. તેમની અનન્ય ભકિતથી ગુરૂદેવે કહેલ કે બોરસદ થી આણંદ અવસર હશે તો પધારવાના ભાવ રાખે છે. (૩.૧૦)

(3:36 pm IST)