Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

લક્ષ્મીનગરની રજપુત પરિણિતાના આપઘાત કેસમાં પકડાયેલ પતિની જામીન અરજી મંજુર

રાજકોટ તા  ૮  :   રાજકોટ શહેરના મવડી વિસ્તારમાંઆવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રજપુત પરિણિતાને આપઘાત કરવા મજબુર કરવા અંગેની ફરીયાદ પરિણિતાના ભાઇ દ્વારા રાજકોટ માલવીયાનગર પો.સ્ટે.માં આઇ.પી.સી. કલમ ૪૯૮(ક), ૩૦૬, મુજબની ફરીયાદ નોંધાવેલ હતી, જે ગુન્હાના કામ સબબ માલવીયાનગર પોલીસ દ્વારા આ કામના આરોપી એટલે કે પરિણીતાના પતિ રાજેન્દ્રસિંહ અભેસિંહ ચોૈહાણની તા. ૦૮/૦૪/૨૦૧૯ ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને ત્યારબાદ કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલો, જેને સેશન્સ કોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના રાજકોટના મવડી વિસ્તારના લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રજપુત પરિણીતાએ ગત તા. ર૬/૦૩/૨૦૧૯ ના રોજ રાત્રીના ૧૧.૦૦ વાગ્યે પોતાના રહેણાંક મકાનમાં ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધેલ, જે અંગેની ફરીયાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગત તા. ૦૮/૦૪/૨૦૧૯ નારોજ નોંધાવવામાં આવેલ, જેમાં પરિણીતાને તેના  પતિ દ્વારા અવાર નવાર શારીરીક અને માનસીક દુઃખ ત્રાસ આપી તેમજ સામાજીક પ્રસંગોમાં સગા વ્હાલાના ઘરે જવા દેવા માટે આ કામના આરોપીએ ના પાડતા, જેથી તેઓને લાગી આવતા ગત તા. ૨૬/૦૩/૨૦૧૯ ના રોજ આપઘાત કરી લીધેલ, જેઅંગેની ફરીયાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૦૬ મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી, જે ગુન્હાના કામ સબબ આ કામના આરોપી રાજેન્દ્રસિંહ અભેસિંહ ચોૈહાણની ધરપકડ કરતા રાજકોટ અદાલતે ન્યાયીક હીરાસતમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો, ત્યારબાદ આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી કોર્ટમાં ગુજારેલ હતી, જે અન્વયે રાજકોટની સેશન્સ કોર્ટમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, જાહીદ એન. હિંગોરા, રણજીત બી. મકવાણા રોકાયેલા હતા.

(3:32 pm IST)