Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રાજકોટ બીજેપી એપ્લીકેશનનું વિજયભાઇ રૂપાણીના હસ્તે લોન્ચીંગ

રાજકોટ : સીધા જ મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડી શકાય તેવા ફીચર, સરકારી યોજનાઓની જાણકારી મળી રહે તેમજ લાઇવ સ્ટ્રીમીંગ, વીડીયો કોન્ફરન્સ થઇ શકે તેવી મોબાઇલ એપ્લીકેશન રાજકોટ શહેર ભાજપ આઇ.ટી. સેલ દ્વારા વિકસાવવામાં આવતા તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોન્ચીંગ કરાયુ હતુ. ભાજપ આઇ.ટી. સોશ્યલ મીડીયા વિભાગના ઇન્ચાર્જ નિશીથ ત્રિવેદીએ જણાવ્યા મુજબ આ મોબાઇલ એપ લેટેસ્ટ અને ફુલ્લી લોડેડ એપ છે. ઓટીપી થકી લોગીન કર્યા બાદ યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે. જેમાં શહેર ભાજપ, મુખ્યમંત્રી વિભાગ અને યુઝર્સ પોસ્ટ એમ ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. આ એપ્લીકેશનના લોન્ચીંગ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહીલા ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ભાનુબેન બાબરીયા, સોશ્યલ મીડીયા ટીમના નિશીથ ત્રિવેદી, હાર્દીક ગોહેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:32 pm IST)