Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

વિરાણી અઘાટ અને ઢેબર રોડને જોડતા ત્રિ-ભેટે સુંદર ટ્રાફિક સર્કલ બનાવવા માંગ

રાજકોટ : શહેરના વિરાણી અઘાટ-ઢેબર રોડ અને બોલબાલા માર્ગ એમ ત્રણ રસ્તાને જોડતા ચોકમાં આધુનિક સર્કલ બનાવવા બાબરીયા કોલોની વિસ્તારના સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ માંગ ઉઠાવી છે.  આ અંગે સવજીભાઇએ મ્યુ. કમિશ્નરને રજૂઆત કરીને બોલબાલા માર્ગ ઉપરના લાલ પાર્ક રાધાકૃષ્ણ સોસાયટી વિરાણી અઘાત પાસેના ઢેબરભાઇ રોડને જોડતા નવા ડિવાઇન્ડરો લાઇટો મૂકવામાં આવેલ છે તે ત્રણ રસ્તાના ચોક ઉપર આધુનિક નવા રંગબેરંગી ડીઝાઇનમાં ટ્રાફીક સર્કલનું બાંધકામ કરાવવા રજૂઆત છે.

(3:31 pm IST)