Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ડાન્સ કોમ્પીટીશનમાં રાજકોટના ભુલકાઓએ બાજી મારીઃ વિજેતા

રાજકોટ : તાજેતરમાં મોરબીમાં યોજાએલ ડાન્‍સ કોમ્‍પીટીશનમાં રાજકોટની સુરભી ડાન્‍સ એકેડમીના ભુલકાઓએ સુપર્બ પર્ફોર્મન્‍સ કરી ટોચનું સ્‍થાન હાંસલ કર્યુ છે. આ કોમ્‍પીટીશન ૧ થી ૧૪ અને ૧૪ વર્ષથી ઉપરની ઉંમરના એમ બે કેટેગરીમાં યોજાયેલ. જેમાં ૧૪૭૦ જેટલા ઓડીશન થયા હતા અને ફાઈનલમાં ૩૭ સ્‍પર્ધકોનું ગ્રુપ જોડાયેલ હતું. સુરભી ડાન્‍સ એકેડમીના ૩૭ બાળકોના ગ્રુપે અદ્દભૂત નૃત્‍ય રજૂ કરી પ્રથમ સ્‍થાન મેળવ્‍યુ હતું. આ કોમ્‍પીટીશનમાં ડીઆઈડીના જજ શ્રી ધર્મેશ જજ તરીકે હતા. સુરભી ડાન્‍સ એકેડમી (રિદ્ધિ ત્રિવેદીઃ એરપોર્ટ ફાટક રોડ, જૈન દેરાસરની બાજુમાં, મો. ૯૯૧૩૫ ૫૧૪૨૧)ના બાળકો ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:00 pm IST)