Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ભાજપ વોર્ડ નં. ૭ દ્વારા કાલથી ડીએચ કોલેજ ગ્રાઉન્‍ડમાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. ૭ દ્વારા કાર્યકર્તાઓ અને તેમના પરીવાર માટે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ (ડીએચ) ડો.યાજ્ઞીક રોડ ખાતે તા.૯ થી ૧૯ આયોજન કરવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં. ૭ ની જુદી જુદી ૪ર ટીમોએ ભાગ લીધેલ છે. લોધા સમાજ, ભીલ સમાજ, બંગાળી સમાજ, મુસ્‍લીમ સમાજ તથા અન્‍ય વોર્ડના કાર્યકર્તાઓની ટીમો ભાગ લેશે. નોક આઉટ પધ્‍ધતીથી પ્રથમ રાઉન્‍ડના મેચ રમાડવામાં આવશે અને પ્રથમ રાઉન્‍ડના મેચ ૧ર-૧ર ઓવરના રહેશે અને ત્‍યાર બાદ સેમીફાઇનલ મેચ ૧૪ ઓવર તેમજ ફાઇનલ મેચ ૧૬ ઓવરનો રમાડવામાં આવશે. દરેક વિજેતા ટીમને ઇનામ, મેન ઓફ ધ મેચને પણ પુરસ્‍કાર આપવામાં આવશે.  વિજેતા ટીમને રૂપીયા પંદર હજારનું ઇનામ અને રનર્સઅપ ટીમને રૂપીયા અગીયાર હજારનો રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે તેમજ બેસ્‍ટ બેટસમેન બેસ્‍ટ બોલર જેવા ખેલાડીઓને પણ ઝાઝરમાન ઇનામથી સન્‍માનવામાં આવશે અને સોશ્‍યલ મીડીયા મારફત ફેસબુક, યુ-ટયુબ વિગેરેમાં તમામ મેચોનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. કાલે બુધવારે સાંજે ૮ કલાકે ઉદઘાટન સમારોહ ડી.એચ.કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે રાખવામાં આવેલ છે. આ સમારોહ ભારતીય જનતા પાર્ટીના પુર્વ પ્રમુખ નીતીનભાઇ ભારદ્વાજ, મ્‍યુનીસીપલ ફાયનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શહેર મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી અને દેવાંગભાઇ માંકડ, મેયર જૈમનભાઇ ઉપાધ્‍યાય, ડેપ્‍યુટી મેયર દર્શીતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, દંડક, રાજુભાઇ અઘેરા, તેમજ અંજલીબેન રૂપાણી અને વોર્ડ નં. ૭ ના પ્રભારી સુરેન્‍દ્રસિંહ વાળા, પ્રમુખ જીતુ સેલારા, મહામંત્રી કિરીટભાઇ ગોહેલ અને રમેશભાઇ પંડયા, વોર્ડના કોર્પોરેટર તથા વોર્ડના સંગઠનના હોદેદારો અને શહેરના રેષ્‍ટીઓ નલીનભાઇ વસા, જયોતીન્‍દ્રમામા, કલ્‍પકભાઇ મણીયાર, ચમનભાઇ લોઢીયા, ભાયાભાઇ સાહોલીયા, યોગેશભાઇ પુજારા, ગીરીશભાઇ ડાંગર-ધીરેન ક્રેન સર્વિસ, શાંતુભાઇ રૂપારેલ, મેહુલભાઇ દામાણી, એડવોકેટ પીયુષભાઇ શાહ, એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા વિગેરે ઉપસ્‍થિત રહેશે. સમગ્ર ટુર્નામેન્‍ટને સફળ બનાવવા આયોજક ટીમના દેવાંગભાઇ માંકડ, અનીલભાઇ પારેખ, સુરેન્‍દ્રસિંહ વાળા, મનીષભાઇ ભટ્ટ, અજયભાઇ પરમાર, જીુભાઇ સેલારા, કીરીટભાઇ ગોહેલ, રમેશભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ વિવિધ કમીટીઓની રચના કરવામાં આવેલ છે જેમાં ગ્રાઉન્‍ડ કમીટી સ્‍ટેજ કમીટી સોશ્‍યલ મીડીયા કમીટી, પ્રેસ કમીટી, સ્‍વાગત કમીટી, કેન્‍ટીન કમીટીની રચના કરવામાં આવેલ છ અને તેમાં આશીષભાઇ વાગડીયા, જયેન્‍દ્રભાઇ ગોહેલ, સતીષભાઇ ગમારા, પાર્થરાજસિંહ ચૌહાણ, મનોજભાઇ ડોડીયા, સંદિપભાઇ ડોડીયા, રમેશભાઇ દોમડીયા, પુનીતાબેન પારેખ, જયશ્રીબેન રાવલ, રાજુભાઇ મુંધવા, ઇશ્વરભાઇ જીતીયા, કિર્તિભાઇ રાવલ, મયંકભાઇ પાઉ, યોગેશભાઇ વાળા, પરેશભાઇ ડોડીયા, પથુભા ડોડીયા, રાજનભાઇ ત્રિવેદી, પ્રશાંત લાઠીગ્રા, વિજયભાઇ ચૌહાણ, ચંદ્રેશભાઇ પરમાર, ભાવિન ગોટેચા, નિખીલભાઇ મહેતા, દિપકભઇ પારેખ, બીપીનભાઇ ભટ્ટી, અફઝલભાઇ, આસીફ સલોત, મોહિત ગણાત્રા, પરેશભાઇ ચગ, રાજુભાઇ વાઘેલા, જયુભાઇ રાઠોડ, કેતનભાઇ સાપરીયા, મોહીત પરમાર, આશુતોષ મહેતા, આનંદભાઇ વાળા, મહેશભાઇ ત્રિવેદી, નિકુંજભાઇ વૈદ્ય, દિનેશભાઇ સોલંકી, કાળુભાઇ ઓડ, કિરીટભાઇ કામલીયા, સુરેશભાઇ સિંધવ વિગેર જહેમત ઉઠાવી રહ્યા છે. સતાધાર ક્રિકેટ કેમ્‍પના પરેશભાઇ ડોડીયા, કેતનભાઇ સાપરીયા, સમીરભાઇ દોશી, રાજભા  પરમાર, બી.ટી.ગોહીલ, જીણુભા ગોહીલના સહયોગથી ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવેલ છે.

(3:39 pm IST)