Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સંસ્‍કૃતિની ગરીમાના જતન સાથે ફેશન શો

રાજકોટ સીટી વુમન કલબ દ્વારા ૧૬ જુને હેમુ ગઢવી હોલમાં ત્રણ વિભાગમાં આયોજન

રાજકોટ તા. ૮ : ફેશન શો તો ઘણા થતા હોય છે પરંતુ ભારતીય સંસ્‍કૃતિની ગરીમા જાળવાય રહે તે પ્રકારનો ફેશન શો રાજકોટ સીટી વુમન્‍સ કલબ દ્વારા આયોજીત કરાયો છે.

આ અંગે વિગતો વર્ણવતા કલબના બહેનોએ જણાવેલ કે તા. ૧૬ જુનના હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર આફેશ શો ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્‍યો છે. ગ્રુપ -૧ માં ૨૦ થી ૩૫ વર્ષ, ગ્રુપ - ૨ માં ૩૫ થી ૫૦, ગ્રુપ-૩ ૫૦ વર્ષથી ઉપરના બહેનો ભાગ લઇ શકશે. વળી આ ફેશન શો ની ખાસીયત એ  છે કે સંસ્‍કૃતિની ગરીમાનું પૂર્ણ જતન કરાશે. સાડી પહેરીને પણ ભાગ લઇ શકાશે.

ફેશન શો માં બેસ્‍ટ કોરીયોગ્રફર દ્વારા તાલીમ અપાશે. દરેક ગ્રુપમાં બ્‍યુટી કવીન બનનારને એવોર્ડની નવાજવામાં ાવશે. જુદી જુદી કેટેગરી બેસ્‍ટ વોક, બેસ્‍ટ ડ્રેસ, બેસ્‍ટ નોલેજ જેવા એવોર્ડ અપાશે. શહેરની નામાંકિત વ્‍યક્‍તિઓ નિર્ણાયક તરીકે સેવા આપશે. વિજેતાઓને ઇનામ અન પ્રમાણપત્ર અપાશે.

સભ્‍ય ઉપરાંત ગેસ્‍ટ પણ આ ફેશન શો માં ભાગ લઇ શકશે. રૂા. ૩૦૦ એન્‍ટ્રી ફી સાથે તા. ૧૫ સુધીમા ફોર્મ ભરીને રજીસ્‍ટ્રેશન કરાવી લેવા દીના એન. મોદી, રર-ન્‍યુ જાગનાથ પ્‍લોટ, ખોડીયાર સ્‍વીટ સેન્‍ટર સામે, મહાકાળી મંદિર રોડ, (મો.૯૪૨૯૯ ૭૯૧૭૩) ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

સભ્‍યોના પ્રતિસાદને ધ્‍યાને લઇ રાજકોટ સીટી વુમન કલબમાં મેમ્‍બરશીપ માટે નવા સભ્‍યોને રૂા. ૧૫૦ ડીસ્‍કાઉન્‍ટ જાહેર કરાયુ છે.

તસ્‍વીરમાં ફેશન શો અંગે વિગતો વર્ણવતા કલબના પ્રમુખ પ્રમુલ્લાબેન મહેતા, ચેરમેન બીન્‍દુબેન મહેતા, સેક્રેટરી ઇન્‍દીરાબેન ઉદાણી, એડવાઇઝર દીનાબેન મોદી, એડવાઇઝર નીતાબેન મહેતા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(3:38 pm IST)