Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

દબાણ હટાવ શાખા ત્રાટકીઃ ૪ દિ'માં ૩૯ રેંકડી-કેબીન અન્‍ય ચીજવસ્‍તુઓ હટાવાયા

૭૭૦ કિલો શાકભાજી-ફળ-ઘાસચારો જપ્‍તઃ ૧.૧પ લાખનો વહીવટી ચાર્જ વસુલ્‍યો

રાજકોટ તા. ૮:  મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ૪ દિ'માં શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૩૯ રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, ૭૭૦ કિલો શાકભાજી-ફળો, ઘાસચારો-લીલું-ફૂલ, ૧ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની તેમજ ૧.૧પ લાખનો વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા  રસ્‍તા પર નડતર ૨૧ રેંકડી-કેબીનો એસ.કે. ચોક, ગાંધીગ્રામ, છોટુનગર, રોયલ પાર્ક, યુનિ. રોડ, એરપોર્ટ રોડ, શિવમ પાર્ક હોકર્સ ઝોન, હોસ્‍પિટલ ચોક, જંકશન રોડ, જંકશન પ્‍લોટ, જામનગર રોડ, રામાપીર ચોકડી થી રૈયાધાર, ગોલ્‍ડન પાર્ક તેમજ શ્રીજી કોમ્‍પ્‍લેક્‍સ વિગેરે જગ્‍યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૧૮ અન્‍ય પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી હતી જે લીમડા ચોક, ગોલ્‍ડન પાર્ક, શ્રીજી કોમ્‍પ્‍લેક્‍સ, જંકશન પ્‍લોટ વિગેરે જગ્‍યા પરથી જપ્ત કરવામાં આવી હતી, ૬૧૭ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને પુષ્‍કરધામ મેઇન રોડ, જય ભીમનગર, રામાપીર ચોકડી થી રૈયાધાર રોડ, જયુબેલી, જંકશન રોડ, ધરાર માર્કેટ(રામજી મંદિર) પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા, કુલ ૧૬૦ કી.ગ્રા. ધાસચારો-લીલું-ફૂલ પારેવડી ચોક, ડીસ્‍ટોપ, ભાવનગર રોડ ચોકડી પરથી જપ્ત કરવામાં આવેલ છે, તેમજ રૂ/- ૧,૧૫,૯૦૦/- વહીવટી ચાર્જ જંકશન રોડ, જામનગર રોડ, આનંદ બંગલા ચોક, સંત કબીર, પેડક રોડ, યુનિ. રોડ, છોટુનગર, નાનામવા રોડ, રૈયા રોડ, મવડી રોડ, મોરબી રોડ, કસ્‍તુરબા રોડ, સોરઠીયા વાડી, ભાવનગર રોડ, ૧૫૦ ફૂટ રોડ અને ચુનારવાડ ચોક વિગેરે જગ્‍યા પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો. શહેરના ૦૫ હોકર્સ ઝોન  ગોવિંદબાગ શાકમાર્કેટ, જી.આઈ.ડી.સી., ગ્રીનલેન્‍ડ ચોકડી, આજીડેમ અને કોઠારીયા રોડ હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. નડતરરૂપ એવા ૦૧ બોર્ડ-બેનરો ગોલ્‍ડન પાર્ક શ્રીજી કોમ્‍પ્‍લેક્ષ પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા.

(3:08 pm IST)