Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

અરડોઈ ગામે બિરાજતા સમસ્ત ૬૪ જ્ઞાતિના સુરાપુરા દાદાનો શુક્રવારે પાટોત્સવ- ૧૧ કુંડીયજ્ઞ

૧૦મીએ સંતવાણીઃ ભુવાઓના સામૈયા નિકળશે

રાજકોટ, તા.૮ કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે બિરાજેલ સમસ્ત ૬૪ જ્ઞાતિના સુરાપુરા દાદાનો પ્રથમ પાટોત્સવ ૧૧- કુંડી મહાયજ્ઞ તા.૧૧ને શુક્રવારના રોજ યોજાશે.

અરડોઈ ખાતે સમસ્ત ૬૪ જ્ઞાતિના સુરાપુરાબાપાના પરિવાર દ્વારા તા.૧૧ને શુક્રવારે સવારે ૬:૩૦ કલાકે દેહશુધ્ધિ (હેમાદ્રી), ૮:૩૦ કલાકે સંતો અને ભુવાશ્રીઓના સામૈયા, બપોરે ૧:૩૦ કલાકે બીડુ હોમવાનું અને બપોરે ૧૧:૩૦ કલાકે લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે.

જયારે તા.૧૦ને ગુરૂવારે રાત્રે સંતાવાણીના કાર્યક્રમમાં નામી- અનામી કલાકારો, ભજનીક રમઝટ બોલાવશે.

સમસ્ત ૬૪ જ્ઞાતિના સુરાપુરા દાદાનો આ પ્રથમ પટોત્સવ ૧૧- કુંડી મહાયજ્ઞ પ્રથમ વખત વિશાળ માનવ મહેરામણની વચ્ચે કાર્યક્રમ યોજાશે. જેને સફળ બનાવવા ધર્મપ્રેમીએવા વિનુભાઈ ધોળકીયા, કમલેશભાઈ ગોંડલીયા, જયેશભાઈ ગોંડલીયા, ચંદ્રકાંતભાઈ, ભાવસીંગભાઈ પરમાર તેમજ કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.આ પ્રથમ પટોસત્વ ૧૧- કુંડી મહાયજ્ઞમાં બેસવા ઈચ્છુકોએ વિનુભાઈ ધોળકીયા મો.૯૯૦૯૩ ૫૩૫૧૦, કમલેશભાઈ ગોંડલીયા મો.૯૮૬૯૧ ૬૩૦૧૨ તથા જયેશભાઈ ગોંડલીયા મો.૭૬૨૪૦ ૩૮૯૯૯નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:37 pm IST)