Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કલબ યુવી દ્વારા ત્રિદિવસીય વેકસીનેશન કેમ્પ સંપન્ન : ૧૭૦૦ લોકોએ લાભ લીધો

રાજકોટ : પાટીદારોની સંસ્થા કલબ યુવી દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી તાજેતરમાં ત્રણ દિવસીય કોરોના વેકસીન કેમ્પ યોજવામાં આવતા ૧૭૦૦ લોકોએ રસીકરણનો લાભ લીધો હતો. કેમ્પના ઉદ્દઘાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મેયર પ્રદીપભાઇ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સુરેન્દ્રસિંહ વાળા, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઇ પુજારા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા, ફાયરબ્રીગેડના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, કોર્પોરેટરો બીપીનભાઇ બેરા, દક્ષાબેન વસાણી, ચેતનભાઇ સુરેજા, નીરૂભા વાઘેલા, ભારતીબેન પાડલીયા, અસ્મિતાબેન દેલવાડીયા, કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, એમ.ડી. મહેન્દ્ર ફળદુ, ડાયરેકટરો મનુભાઇ ટીલવા, કાંતીભાઇ ઘેટીયા, જીવનભાઇ વડાલીયા, ઉદ્યોગપતિઓ વલ્લભભાઇ વડાલીયા, રમણભાઇ વરમોરા, રાજબેંકના ચેરમેન જગદીશભાઇ કોટડીયા, રાજનભાઇ વડાલીયા, નાથાભાઇ કાલરીયા, જે. ડી. કાલરીયા, રાજુભાઇ કાલરીયા, ગૌતમભાઇ ધમસાણીયા, શૈલેષભાઇ વૈષ્નાણી, ભરતભાઇ ડઢાણીયા, અમિતભાઇ ત્રાંબડીયા, નરેન્દ્રભાઇ સીણોજીયા, બન્ટીભાઇ, સમીરભાઇ ગામી, ભરતભાઇ વરમોરા, વસંતભાઇ કનેરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, પરેશભાઇ હુંબલ, વોર્ડ નં. ૯ ના પ્રદીપભાઇ નિર્મળ, હિરેનભાઇ શાપરીયા, વોર્ડ નં. ૧૧ ના ફર્નાન્ડીસ પાડલીયા, મૌલીકભાઇ દેલવાડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લોકોના આરોગ્યની જાળવણી અર્થે યોજવામાં આવેલ આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા કલબ યુવીના એમ.ડી. મહેન્દ્રભાઇ ફળદુ, સુરેશભાઇ ઓગાણજા, પ્રફુલભાઇ કાથરોટીયા, અજયભાઇ દલસાણીયા, આશીષભાઇ વાછાણી, વી. વી. માકડીયા, રજનીભાઇ વિરોજા, રોહીતભાઇ ફળદુ, રામભાઇ માટલીયા, ગોપાલ પટેલ, વસંતભાઇ કનેરીયા, રેનીશભાઇ માકડીયા, રાજુભાઇ ત્રાંબડીયા, રજનીભાઇ ધમસાણીયા, જય કડીવાર, મનીષભાઇ શાપરીયા, મિલાપભાઇ ઘેટીયા, રાજુભાઇ ધુલેશીયા, પિયુષભાઇ સીતાપરા, કિશનભાઇ સીણોજીયા, ચેતનભાઇ ભુત, ધવલભાઇ ખાનપરા, ભવ્ય અઘેરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:24 pm IST)
  • મહારાષ્ટ્રના રાજકારણમાં ધડબડાતી : મુંબઇ એન્ટિલિયા કેસમાં રોજ નવા નવા ધડાકાઓ થઈ રહ્યા છે. મળતા અહેવાલો મુજબ સચિન વાજેએ કોર્ટમાં લેખિત નિવેદન આપીને નવો ખુલાસો કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સાથે પરિવહન પ્રધાન અનિલ પરબે પણ તેને ગેરકાયદેસર વસૂલાત માટે લક્ષ્યાંક આપ્યા હતા. access_time 11:29 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતૂર બનતા દેશમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો :વધુ 684 દર્દીઓના મોત: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,26,265 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,29,26,061 થઇ :એક્ટિવ કેસ 9,05,021 થયા વધુ 59,132 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,18,48,905 થયા :વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,66,892 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 59,907 નવા કેસ નોંધાયા access_time 12:51 am IST

  • હિમાચલ પ્રદેશ નગર નિગમની ચૂંટણીમાં ભાજપને ઝટકો : ચારમાંથી બે શહેરો કોંગ્રેસે કબ્જે કર્યા : પાલમપુરમાં 15 માંથી 11 તથા સોલનમાં 17 માંથી 9 બેઠકો ઉપર કોંગ્રેસ વિજયી : મંડી તથા ધર્મશાળામાં ભગવો લહેરાયો : હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો સફાયો કરી નાખવાની ભાજપની મુરાદ બર ન આવી access_time 11:51 am IST