Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

શ્રમજીવીઓ-સામાન્ય વેપારીઓની હાલત કફોડી : સી.એમ.ને દિનેશ ડાંગરનો પત્ર

કોરોનાની ઓછી અસર હોય ત્યાં છુટછાટ આપો

રાજકોટ, તા. ૮ : કોરોના વાઇરસના કારણે લોકડાઉન થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ વર્ગ અને શ્રમિકો તથા દૈનિક મજૂરી મેળવતા વાણંદ, પ્લમ્બર, સુથાર, કડિયા, ફેરિયાઓ નાની-મોટી મજૂરી કરી ગુજરાત ચલાવતા કુટુંબો ચા-પાણી, કેન્ટીન, પાનની દુકાન વિ. ચલાવતા નાના વેપારીઓ વિગેરે ખૂબજ આર્થિક મુશ્કેલી અનુભવે છે. તેમને રાહ આપવી જોઇએ તેમ કોંગી અગ્રણી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશ ડાંગરે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે.

નાના વેપારીઓની હાલત પણ ગંભીર પ્રકારની છે. આવી સ્થિતિમાં સૌરાષ્ટ્ર-કચ્છના જે જીલ્લામાં કોરોનાની ઇફેકટ ઓછી છે. તેવા જીલ્લામાં લોકો કામ ધંધો કરી શકે તેવી જરૂરી છુટછાટો આપી આર્થિક સ્થિતિ સુધારવા નિર્ણયો લેવા જરૂરી છે. કોરોના જે વિસ્તારમાં હોય ત્યાં સંપૂર્ણ લોકડાઉન કરી બાકીના વિસ્તારોમાં લોકો કામ કરતા થાય તે વિચરવું પણ જરૂરી છે. તેમ દિનેશ ડાંગરે જણાવ્યું છે.

(4:35 pm IST)