Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ભલે પોલીસ પકડે, ભલે ગુના દાખલ થાય, અમે નહિ જ સમજીએ!...લોકડાઉનનો ભંગ કરતા વધુ ૫૭ની ધરપકડ

કારણ વગર રખડવા નીકળી પડનારા પોતાના, સ્વજનોનો તેમજ પોતાના વિસ્તારના રહેવાસીઓનો જીવ જોખમમાં મુકે છે : સાંજના પાંચથી સવારના સાત સુધીમાં તમામ પોલીસ મથકના ઇન્ચાર્જ અને ટીમોએ ૫૭ ગુના દાખલ કરી ધરપકડો કરીઃ ડ્રોન કેમેરાઓનો પણ રખડૂઓને શોધવામાં ઉપયોગઃ પોલીસ કમિશનર-જોઇન્ટ પોલીસ કમિશનર-બંને ડીસીપીની સતત દેખરેખ હેઠળ ઠેકઠેકાણે ચેકીંગ

રાજકોટ તા. ૮: કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં ૨૧ દિવસના લોકડાઉનનો આજે ૧૩મો દિવસ છે. કોરોના સંક્રમિત થતો અટકે એ માટે લોકો ઘરની અંદર જ રહે તે અત્યંત જરૂરી છે. શહેર પોલીસ લોકડાઉનનું કડકપણે પાલન કરાવવા રાતદિવસ એક કરે છે. સતત ચેકીંગ કરવામાં આવે છે. ખુણેખાંચરે શેરીઓ-ગલીઓમાં ટોળે વળનારાઓ કે ક્રિકેટ, કેરેમ રમવા બેસી જનારાઓને શોધી કાઢવા ડ્રોન કેમેરાઓની મદદ પણ લેવામાં આવી રહી છે. પોલીસનો ઇરાદો લોકોને કોરોનાથી બચાવવાનો છે આ માટે જ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આમ છતાં ઘણાખરા અણસમજુઓએ જાણે સમ ખાઇ લીધા છે કે ભલે અમને કોરોના થાય, ભલે પોલીસ પકડે ને ભલે ગુના દાખલ થાય...અમે તો બહાર નીકળશું જ...આવું વિચારીને પોતાનો તથા પોતાના સ્વજનો અને પોતે જ્યાં રહે છે એ વિસ્તારના રહેવાસીઓનો જીવ જોખમમાં મુકી કારણ વગર વાહનો લઇ રઝળપાટ કરવા નીકળી પડે છે. પોલીસે રોજબરોજ આવા શખ્સોને પકડી ગુના નોંધી ધરપકડ કરે છે. ગત સાંજના સાતથી આજ સવારના સાત સુધીમાં તમામ પોલીસ મથકોની ટીમો અને ક્રાઇમ બ્રાંચે ચેકપોસ્ટ પર તેમજ વિસ્તારોમાં અને ડ્રોન કેમેરાની મદદથી કારણ વગર રખડતાં ૫૭ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી છે. જેની વિગતો અહિ પ્રસ્તુત છે.

નોવેલ કોરોના વાયરસનું ંસંક્રમણ અટકાવવા તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી અને પેટ્રોલીંગ દરમિયાન કામ સિવાય ઘરની બહાર ચકકર મારવા નીકળેલા ૭૦ જેટલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એ ડીવીઝન પોલીસ ડ્રોન કેમેરાની મદદથી સાંગણવાા ચોક પાસેથી દિપક જેન્તીભાઇ બોડા, પરાબજારમાંથી અલીઅસગર શૈફુદીનભાઇ રવાડી, રૈયાનાકા ટાવર પાસેથી સબ્બીર તુસબઅલી ડોલર, ત્રિકોણબાગ પાસેથી યશ સુરેશભાઇ ડોડીયા, કોઠારીયા નાકા પાસેથી સાહિલ સલીમભાઇ શેખ, અનીશ મુરાદભાઇ જામ અને પેટ્રોલીંગ દરમિયાન ત્રિકોણબાગ પાસેથી ફીરોઝ સુલેમાન ખોરાણી, ડ્રોન કેમેરાની મદદથી ભુતખાના ચોક પાસેથી નવઘણ વાલજીભાઇ ભરવાડ, હાીર્દક ઉમેશભાઇ દોશી, દિગ્વીજય મેઇન રોડ પરથી પ્રશાંત સુરેશભાઇ પાટડીયા તથા બી ડીવીઝન પોલીસે બ્રાહ્મણીયા પરા મેઇન રોડ પરથી ભરત છગનભાઇ લુણાગરીયા, મોરબી રોડ જકાતનાકા પાસેથી જયેશ તુલસીદાસભાઇ દાતાણા જીજ્ઞેશ કાનજીભાઇ શંખાવરા તથા થોરાળા પોલીસે ચુનારાવાડ ચોક પાસેથી પાર્થ સુરેશભાઇ ગજવાણી, ભાવનગર રોડ પરથી રોહન સુલતાનભાઇ, નરસિંહ દુદાદાણી, સાજીદ મુસ્તાક બ્લોચ તથા ભકિતનગર પોલીસે કેવડાવાડી મેઇન રોડ પરથી ચેતન વ્રજલાલભાઇ સોલંકી, દેવપરા ચોક પાસે વિવેકાનંદનગરમાંથી કેતન ચતુરભાઇ રૈયાણી, વિરલ જસવંતભાઇ વ્યાસ, તથા કુવાડવા રોડ પોલીસે નવાગામ બસ સ્ટેન્ડ પાસેથી અરવિંદ માધાભાઇ ડાબસરા, કુવાડવા હાઇવે પરથી ધર્મેન્દ્ર દેવાભાઇ બાંભવા, નવાગામમાંથી બેચર મણીભાઇ સોલંકી, ચંદ્રેશ શશીભાઇ ઝાલા, નવાગામ રૂડાનગર ટ્રાન્સપોર્ટ પાસેથી પ્રફુલ જયંતીભાઇ ભોગાયતા, બામણબોર ચેકપોસ્ટ પાસેથી જય ધીરૂભાઇ બાદુકીયા, નવાગામ મેઇન રોડ પરથી પીયુષ રામજીભાઇ રાઠોડ, આકાશ દિનેશભાઇ બાદુકીયા, બામણબોર ચેક પોસ્ટ પાસેથી જયેશ વિનોદભાઇ ધલવાણીયા, કુવાડવા મધરવાડા રોડ પરથી ચકુ માવજીભાઇ કાકડીયા, અશ્વિન ચકુભાઇ કાકડીયા, રાહુલ બાબુભાઇ કાકડીયા, ઉપેન્દ્ર માવજીભાઇ કાકડીયા, તથા આજી ડેમ પોલીસે કોઠારીયા ગામ પાસે રોલેકસ રોડ પરથી સાગર શંભુભાઇ ડોબરીયા, જીતેન્દ્ર ધનજીભાઇ સોજીત્રા, લાખાપર ગામ પાસેથી હિતેષ કાનજીભાઇ વઘાસીયા, તથા માલવીયાનગર પોલીસે પ૦ ફૂટ રોડ પર ચામુંડાનગર મેઇન રોડ પરથી મેહુલ ડુંગરભાઇ સોલંકી, નિલેશ હિંમતભાઇ પરમાર, વિજય ગોબરભાઇ ચાવડા, પ્રતાપભાઇ ઓધવજીભાઇ બગથરીયા, મવડી રોડ આનંદ બંગલા ચોક પાસેથી અર્જુન મહેશભાઇ ઝરીયા, મવડી ફાયર બ્રિગેડ સામેથી નિલેશ હરજીવનભાઇ ઝાકાસણીયા, ચંદ્રેશનગર મેઇન રોડ પરેશ લીલાધરભાઇ મારડીયા, પોપટપરા નાલા પાસેથી અલ્પેશ પરેશભાઇ જેઠવા તથા પ્રનગર પોલીસે રેલનગર મેઇન રોડ પરથી સુનીલ હરેશભાઇ ડાભી, પોપટપરા મેઇન રોડ પરથી સુનીલ ઉર્ફે ચીન્ટુ ગણેશભાઇ ડાબસરા તથા ગાંધીગ્રામ પોલીસે હનુમાનગઢ પાસેથી કેતન મનુભાઇ વોરા, તથા તાલુકા પોલીસે વાવડી પોલીસ ચોકી પાસેથી વિનોદ છગનભાઇ મેઘાણી, ભોજા રામજીભાઇ મઘાણી, અંબીકા ટાઉનશીપ પુલ પરથી અશ્વીન જેન્તીભાઇ વઘાસા, અનિરુધ્ધ ભુપતભાઇ ભાલોડી, હેમત વાઘજીભાઇ સોલંકી, કિશોર હીરાભાઇ વાણીયા તથા યુનિવર્સિટી પોલીસે સાધુવાસવાણી રોડ નક્ષત્ર ચોક પસોથી દિવ્યેશ ધનજીભાઇ કંડોલીયા, મયંક ભુદરભાઇ માકાસણા, સાધુવાસવાણી રોડ રાજપેલેસ ચોક પાસેથી બીપીન રમેશભાઇ સોલંકી, મયુર પરેશભાઇ રામાણી તથા નીરવ જમનભાઇ જેઠવાની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(4:11 pm IST)