Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વેલનાથપરામાં વહેલી સવારે આટો મારવા નીકળ્યા ને કો'ક ધોકાવાળી કરી ગ્યું!

સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા વાલજીભાઇ ભરવાડે કહ્યું-પોલીસ તો નહોતી જ, કોણ હતું અને શું કામ મારી ગ્યા એ ખબર જ ન પડી

રાજકોટ તા. ૮: કોરોનાને કારણે ચાલી રહેલા લોકડાઉનમાં લોકોને ઘરમાં જ રહેવા સુચના અપાઇ છે. આમ છતાં અમુક લોકો કારણ વગર નીકળતાં હોય છે. મોરબી રોડ પર વેલનાથપરા શેરી નં. ૨૩માં રહેતાં વાલજીભાઇ ભીખાભાઇ વરૂ (ઉ.વ.૪૯) નામના ભરવાડ પ્રોૈઢને વહેલી સવારે પાંચેક વાગ્યે ઘરમાંથી આટો મારવા નીકળ્યા ત્યારે અજાણ્યા શખ્સો ધોકાના ઘા કરી જતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. વાલજીભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું હતું કે સતત ઘરમાં રહ્યો હોવાથી કંટાળી ગયો હતો. વહેલી સવારે જાગીને અમસ્તો ઘર બહાર લટાર મારવા નીકળ્યો હતો ત્યાં જ પાછળથી કો'કે લાકડીનો ઘા ફટકારી દીધો હતો. હું પડી ગયા બાદ બીજા ઘા થયા હતાં. અંધારા જેવું હોઇ કોણ મારી ગયું તે ખબર પડી નહોતી. બે-ત્રણ જણા હતાં એ ભાગી ગયા હતાં. પોલીસ પણ નહિ હોવાનું તેણે કહ્યું હતું. આ મામલે પોતાને કોઇ ફરિયાદ કરવી નહિ હોવાનું પણ જણાવ્યું હતું.

(3:53 pm IST)