Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ત્રણ દર્દીઓના સેમ્પલ ટ્રાવેલીંગ બાબતે મોકલાયા

સતત ૮ દિ' નેગેટીવ રીપોર્ટ બાદ ૧ પોઝીટીવ કેસ આવતા તંત્ર હાઇ એલર્ટઃ આજે ૬ બાળકોના સહિત કુલ ૧૯ સેમ્પલ મોકલાયાઃ બે અન્ય જીલ્લાના

રાજકોટમાં સતત ૮ દિ' કોરોના ટેસ્ટના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તમામ આરોગ્ય તંત્ર હાઇ એલર્ટ બન્યું છેઃ આજે રાજકોટની લેબમાં ૬ બાળકો સહિત કુલ ૧૯ સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા જેમાં ૧૧ પુરૂષ અને ૮ સ્ત્રીનો સમાવેશઃ રાજકોટ શહેરના ૧ર ગ્રામ્ય વિસ્તારના-પ, અને બે અન્ય જીલ્લાના સેમ્પલ હોવાનું આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરીએ જણાવ્યું છેઃ ત્રણ પેશન્ટના સેમ્પલ ટ્રાવેલીંગ કર્યુ હોય તે અંગે મોકલાયા

 

(11:51 am IST)