Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રાજકોટના જંગલેશ્વરમાં ફરી પોઝીટીવ કેસથી તંત્ર ઉધામાથેઃ શેરી સીલ

કોરોના દર્દીના પ સભ્યો તંત્રના ઓબ્ઝર્વેશનમાં: વિસ્તારના ૭ પરિવારો સહિત ૩૩૩ લોકો હોમ કોરોન્ટાઇનઃ આરોગ્ય લક્ષી કાર્યવાહી ચાલુ

રાજકોટ,તા.૮:  શહેરમાં જંગલેશ્વર વિસ્તારના એક યુવાનને કોરોના પોઝિટિવ લક્ષણો જોવા મળ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે કોરોના સંક્રમણને પ્રસરતો રોકવાના પ્રયાસના ભાગરૂપે એ દર્દી કઈ કઈ વ્યકિતના સંપર્કમાં આવેલ છે તેની તપાસ શરૂ કરાવી દીધી છે અને કોરોનાના દર્દીનાં ૫ સભ્યોને તંત્રની દેખરેખ હેઠળ કરવામાં આવ્યા છે. આ વિસ્તારનાં ૭૭ પરિવારોનાં ૩૩૩ સભ્યોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા તથા શેરી સીલ કરવામાં આવી છે.

કમિશનર ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, આ દર્દી સાથે જો કોઈ પ્રકારે અન્ય જે કોઈ વ્યકિત સંપર્કમાં આવેલ હોવાની વિગત મળશે તેઓને ગવર્નમેન્ટ કોરોન્ટાઇન કરવા માટે તાત્કાલિક આવશ્યક પગલાં લઇ લેવામાં આવી રહયા છે.

 જંગલેશ્વર શેરી નં.૨૭વિસ્તારમાં ગઇકાલે ફરી કોરોનાનો ૧ પોઝીટીવ કેસ મળી આવતાં આ દર્દીનાં સંપર્કમાં આવેલાં અંદાજે ૭૭ પરિવારોને તંત્ર વાહકોએ  સેલ્ફ કોરોન્ટાઇન કરી દીધા હોવાનું આરોગ્ય શાખાના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

 આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ જે દર્દીનો કોરોનાં પોઝીટીવ રીપોર્ટ આવતાં તેનાં સંપર્કમાં આવેલા લોકોનો સર્વે કરીને તેઓને કોરોન્ટાઇન કરવાની કાર્યવાહી રવામાં આવી રહી છે.જે અંતર્ગત ત્રણ જેટલી શેરીઓનાં ૭૭ પરિવારોનાં ર૦૦ સભ્યોને સેલ્ફ કોરોન્ટાઇન કરવા માટે આ શેરીઓને બન્ને બાજૂએથી  પતરાઓ લગાવીને સીલ કરી દેવાઇ હતી.

હવ આ ૭૭ પરિવારો બહારનાં સંપર્કથી છૂટી પડી ગયા છે. આ ત્રણ શેરીઓમાં હવે કોઇ આવ-જા થઇ શકશે નહી અને ઉકત તમામ પરિવારજનોને પણ તેઓનાં ઘરોમાં જ રહેવા જણાવી દેવાયું છે. દરમિયાન  જંગલેશ્વરમાં આરોગ્ય લક્ષી સેવાઓ ચાલુ રખાઇ છે. મેડીકલ સર્વે, દવા વિતરણ, વગેરે કાર્યવાહીઓ થઇ રહી છે. અને વધુ કોઇ શંકાસ્પદ મળે તો તેને કોરોન્ટાઇન કરવાની વ્યવસ્થા પણ રખાઇ હોવાનું આરોગ્ય શાખાનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.

(11:38 am IST)