Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં પાઇપ તુટતા ભર ઉનાળે નદી વહીઃ ગેસ લાઇન લીકેજઃ યુધ્ધના ધોરણે કામગીરી

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૭ માં આશાપુર મંદિર મેઇન રોડ વિસ્તારમાં આજે સવારે રપ૦ એમ.એમ.ની પાણીની લાઇનનાં ખોદકામમાં ભંગાણા થતા પ્રહલાદ પ્લોટ, વિસ્તારમાં ભરઉનાળે નદીઓ વહી હતી. આ પાણીની પાઇપ લાઇનનું રીપેરીંગ કરવામાં આવતા ગેસની લાઇન લીકેજ હોવાનો ખ્યાલ આવતા મ્યુ. કોર્પોરેશન અને જીએસપીસી દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી સમયે ડેપ્યુટી, મ્યુ. કમિશ્નર ચેતન નંદાણી, સહિતના અધિકારીઓ સ્થળપર ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરોકત તસ્વીરમાં પાણીની રેલમછેલ અને રીપેરીંગ કરતા કર્મચારીઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:37 pm IST)