Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

ધોમ ધખતા તાપમાં નાના બાળકોને રાહત આપતા ડીઇઓઃ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર

પ્રાથમીક શાળામાં સવારે ૭.૩૦ થી ૧૧.૩૦નો કરવા ડીઇઓ ઉપાધ્યાયનો પરીપત્ર

રાજકોટ, તા., ૮: હાલ ગરમીનું મોજુ સમગ્ર રાજકોટ-સૌરાષ્ટ્રમાં ફરી વળ્યું છે. પ્રથમ યલો એલર્ટ બાદ ઓરેન્જ એલર્ટ જાહેર થયા બાદ આખરે શિક્ષણ વિભાગે પ્રાથમીક શાળાનો સમય બદલ્યો છે.

રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારી શ્રી ઉપાધ્યાયે તાકીદની અસરથી ભીષણ ગરમી અને ધોમ ધખતા તાપમાં બાળકોને રાહત આપી છે. રાજકોટ શહેર જીલ્લાની ખાનગી-સરકારી પ્રાથમીક શાળાઓમાં સવારે ૭.૩૦ થી૧૧.૩૦ નો સમય રાખ્યો છે.રાજકોટમાં છેલ્લા ૧૦ દિવસથી ભારે ગરમી પડી રહી છે. સરકારે તમામ ક્ષેત્રે પગલા ભર્યા છે. નાના બાળકોને ગરમીમાં રાહત આપી છે. બપોરે ૧ર.૩૦ થી  ૧.૩૦ સુધી ચાલુ રહેતી શાળાઓને ૧૧.૩૦ કલાકે છોડવાનો હુકમ કર્યો છે.

(3:25 pm IST)