Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

રતનપર પાસે ટ્રેકટરે હડફેટે લેતા વૃદ્ધ અંબાલાલ ઠાકોરનું મોત

રાજકોટઃ  કુવાડવાના રતનપર નજીક રઘુભા ખેંગારજીની વાડીમાં રહેતા અને મજુરીકામ કરતા અંબાલાલ  મરધાભાઇ ભાલ્‍યા (ઠાકોર) (ઉ.વ.૬૦) સાંજે ખેતરના શેઢા પાસે કુદરતી હાજતે બેઠા હતા ત્‍યારે જીજે૩એસએસ-૩૭૯ નંબરના ટ્રેકટરનો ચાલક રોંગ સાઇડમાં પુરઝડપે આવી વૃદ્ધ અંબાલાલભાઇને હડફેટે લેતા તેનું ઘટના સ્‍થળે જ મોત નિપજયું હતુ. બનાવ બનતા ચાલક ટ્રેકટર રેઢુ મુકી નાસી ગયો હતો. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્‍સ. હમીરભાઇ સબાડ સહીતે સ્‍થળ પર પહોંચી ટ્રેકટર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:31 pm IST)