Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

સ્ત્રી સશકિતકરણ- સમસ્‍યાઓ

આજે પણસ્ત્રીઓ તેના મુળભુત અધિકારોથી વંચિત

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ એ વૈશ્વિક હિવસ છે જે મહિલાઓના પુરૂષોની સરખામણીમાં મળતા સમાન અધિકારો વિશે જાગૃતી લાવવા માટે તથા પ્રસિદ્ધ મહિલાઓની સામાજિક, આર્થિકક, સાંસ્‍કળતિક અને રાજકિય સિદ્ધિઓની ઉજવણી કરી એમાંથી  પ્રેરણા લેવા માટે છે. આ દિવસ લિંગ/ જાતીય સમાનતાને વેગ આપવા માટે પ્રેરિત કરે છે.

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ એ મહિલાઓ એ મેળવેલ પ્રગતિ પર પ્રતિબિંબિત કરવા, પરિવર્તન માટે હાકલ કરવા અને સામાન્‍ય મહિલાઓ દ્વારા હિમત અને નિヘયના કાર્યોની ઉજવણી કરવાનો સમય છે, જેમણે તેમના દેશો અને સમુદાયોના ઇતિહાસમાં અસાધારણ ભૂમિકા ભજવી છે.

મહિલા સશકિતકરણ એ દેશના સર્વાગી વિકાસ માટે નોંધાયેલ સૌથી નિર્ણાયક મુદ્દો છે. દેશના ટકાઉ વિકાસની ખાતરી કરવા માટે આપણા સમાજ માટે મહિલા સશક્‍તિકરણ અને લિંગ/ જાતીય સમાનતા હાંસલ કરવી જરૂરી છે. મહિલા સશક્‍તિકરણ વિશે આપણે કેટલી વાતો કરીએ છીએ પરંતુ જ્‍યાં સુધી આપણેસ્ત્રીનું શોષણ કરવાનું બંધ ન કરીએ ત્‍યાં સુધી તેનો કોઈ ફાયદો નથી. મહિલાઓનું જુદી જુદી રીતે શોષણ કરવામાં આવે છે.

બાળપણથી માંડીને કિશોરાવસ્‍થા સુધી, ગળહિણી હોય કે વકિર્ંંગ વુમન, મહિલાઓનો તેના જીવનના દરેક તબકકામાં હજી પણ ભિન્‍ન ભિન્‍ન પદ્ધતિ દ્વારા દુરૂપયોગ અને શોષણ કરવામા આવે છે અનેસ્ત્રી ને તેના મૂળભૂત અધિકારો થી વંચિત રાખવામાં આવે.

હજુ પણસ્ત્રી ભૃણ હત્‍યાના ઘણા કિસ્‍સાઓ આવે છે. યુનાઈટેડ નેશન્‍સ ચિલ્‍ડ્રન્‍સ ફંડ (યુનિસેફ)ના એક અહેવાલ મુજબ ભારતમાં પદ્ધતિસરના લિંગભેદને કારણે આશરે પ કરોડ મહિલાઓ ખોવાયેલ છે. જોકેસ્ત્રી પ્રત્‍યેનો ભેદ માત્ર ગરીબ કુટુંબો પુરતો જ રહયો નથી. ભેદભાવનુ મોટુ કારણ સામાજિક માન્‍યતાઓ અને સામાજિક રિવાજો રહ્યુ છે.જોસ્ત્રીભૃણહત્‍યા અટકાવવી હોય તો આ રિવાજોને પડકારવા અને નાબૂદ કરવા જરૂરી છે. આ સામાજિક દૂષણનો અંત લાવવા અને સમાજમાં લોકોનું વલણ બદલવા માટે સરકારે ઘણાં બધા પગલાઓ માટે પહેલ કરી છે. આ દિશામાં ઘણાંબધા કાયદાઓ, કલમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે છતાં પણ હજી આપણેસ્ત્રી ભૃણ હત્‍યાને સો ટકા નાબૂદ નથી કરી શકયા.

આ ઉપરાંત પુત્ર અને પુત્રીમાં ભેદભાવ પણ કરવામાં આવે છે. આજે પણ ઘણા ઘર એવા છે જ્‍યા પુત્રી જન્‍મે તો અણગમો દર્શાય અને જો પુત્ર જન્‍મે તો પેંડા વહેચાય. ભલે દીકરીને લક્ષ્મી ગણીને ઘણા લોકો વધાવતા હોય છે, પણ મનમાં કયાંક હજુ પણ દીકરાની આશા રાખતા હોય છે. જન્‍મથી જીવન દરમ્‍યાનસ્ત્રીઓ ઘણી સમસ્‍યા સહન કરે છે.

તાજેતરમાં સાબરમતી નદીમાં પરિણીત મહિલા નો આપઘાત એ હાલનો ચર્ચાસ્‍પદ કિસ્‍સો છે. આ કિસ્‍સો જાણીને આપણને વિચારવા જેવું લાગે કે આજે પણ આપણા દેશમાં દહેજની પ્રથા હજુ પણ પ્રવર્તે છે. એક પિતાએ પોતાનું ઘરબાર મિલકત અરે સમ્‍માન સહિત બધું વહેંચવા તૈયાર હોય જો આમ કરવાથી પણ તેની દીકરીનો સંસાર ચાલતો હોય અથવા સુખી થતી હોય તો. દીકરીનો સંસાર બચાવવા માટે તેના માતા-પિતાએ શું નથી કર્યું એ સોશિયલ મીડિયામાં જગજાહેર છે અને સૌ જાણે છે.

મહિલાઓને પરિવારમાં ઇમોશનલી બ્‍લેકમેઇલ પણ કરવામાં આવે છે. પિતાની સંપત્તિ માં પુત્ર જેટલો જ પુત્રીનો હક છે એમ છતાં દીકરી ને ભાવનાત્‍મક રીતે બ્‍લેકમેલ કરીને ભાઈ ખાતર બધું જતું કરવું એમ સમજાવવામાં આવે છે જે પણ એક કડવું સત્‍ય છે. બહેનની નાણાકીય રીતે દુખી પરિસ્‍થિતિ હોવા છતાં ભાઈ ખાતર બધું કુરબાન કરી દે છે. આ મુદ્દે પણ સમાજે વિચારવા જેવું ખરૂં.

ષાી જ્‍યારે પરણીને પારકા ઘરે જાય છે ત્‍યારે ઘણીસ્ત્રીઓને વાતાવરણમાં અનુકૂળ થતા વાર લાગે છે ત્‍યારેસ્ત્રીઓને એડજસ્‍ટમેન્‍ટ ડિસઓર્ડર તકલીફ થાય છે. મોટાભાગનીસ્ત્રીઓને નવા વાતાવરણને સમાયોજિત કરવામાં મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. ઘણીસ્ત્રીઓમાં, આ સમસ્‍યા લાંબા સમય સુધી રહે છે. જયારે મહિલાઓ એડજસ્‍ટમેન્‍ટ ડિસઓર્ડરનો ભોગ બને છે, ત્‍યારે તેમનું વર્તન બળવાખોર બને છે. બેચેન થવું, ઉદાસી, એકાગ્રતાનો અભાવ, અસહાયતા અનુભવવું, ઉત્‍સાહનો અભાવ, ડરવું, સારી રીતે ઊઘ ન આવે, વગેરે સમસ્‍યાઓ થાય છે. આ સિવાય માંસપેશીઓમાં તાણ, ખેંચાણ, દુખાવો અથવા સોજો, પાચનમાં ખલેલ જેવા લક્ષણો પણ જોવા મળે છે. માનસિક તાણના કારણે કેટલીકવાર પારિવારિક સંબંધો પણ પ્રભાવિત થાય છે.

સમાજની વિવિધ વર્ગની મહિલાઓ તથા બાળકોના કોઇ પણ  પ્રશ્નો હોય તો નિઃસંકોચણે અમારા હેલ્‍પલાઇન નંબર ઉપર સમ્‍પર્ક કરી શકો છો આવું વિશ્વાત્‍મા ચાઈલ્‍ડ એન્‍ડ વુમન ડેવલપમેન્‍ટ કાઉન્‍સિલના સેક્રેટરી કુ.વૈેશાલીબેન રાયઠઠ્ઠા તથા પ્રમુખ કુ. કિરણબેન ચંદારાણા ની અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

સંકલન-આલેખનઃ કુ. કિરણબેન ચંદારાણા

મો.૯૯૨૫૫ ૦૧૩૯૪ ચાર્ટર્ડએકાઉન્‍ટ, પ્રમુખ વિશ્વાત્‍મા ચાઈલ્‍ડ એન્‍ડ વુમન ડેવલપમેન્‍ટ કાઉન્‍સિલ, ૩૩૫-સિદ્ધિવિનયક કોમ્‍પ્‍લેકસ, દાણાપિઠ મેઇન રોડ - રાજકોટ, હરીયા કોલેજ રોડ - જામનગર.

 

(4:22 pm IST)