Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ઓશોમાં પૂર્ણતાની અનુભૂતિઃ સ્વામી પ્રેમમુર્તિજી

૨૧મીએ સત્યપ્રકાશ ધ્યાન મંદિરે વિશેષ શિબિરનું આયોજન : મૂળ ભાણવડ-ગડુના અને સ્વિત્ઝર્લેન્ડ સ્થાયી થયેલા પ્રેમમુર્તિજી ભજનોના નિષ્ણાત છે. તેમના આયોજન તળે પૂનમે શિબિરઃ શિબિરનું સંચાલન સત્યપ્રકાશજી કરશે

સ્વામી પ્રેમમૂર્તિજી, માં સોફિયાજી, સત્યપ્રકાશજી તથા સત્યકામજી નજરે પડે છે. (તસ્વીર. સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૮: ઓશોનું સાનિધ્ય પ્રાપ્ત થતા મારૃં જીવન પરિવર્તિત થયું અને ઓશોમાં અને પૂર્ણતાની અનુભૂતિ થઇ આ શબ્દો સ્વામી પ્રેમમુર્તિજીના છે.

સ્વામીજી આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓ મૂળ ભાણવડના ગડુના છે. સ્વિત્ઝર્લેન્ડમાં સ્થાયી થયા છે સ્વામી પ્રેમમુર્તિજી બાળપણથી જ ભજનપ્રેમી હતા. વૈષ્ણવ હોવાના નાતે કિર્તન કરતા ભજનો ગાતા તબલાના પણ નિષ્ણાત છે તેઓ કહે છે કે ગામમાં હું ભજન કરતો.આ સમયે પોરબંદરથી એક સ્વામી આવતા નગર કિર્તન કરવા મને પોરબંદર લઇ ગયા. એ ટીમ સાથે મને ઓશો આશ્રમ પૂના લઇ ગયા.

ઓશોમય બનેલા પ્રેમમુર્તિજી કહે છે કે, શરૂઆતમાં મને ઓશો આશ્રમમાં જરા પણ અનુકુળ ન આવ્યું. ઓશોની પધ્ધતિઓ વિચિત્ર લાગી.બાદમાં ઓશોના સ્વમુખેથી પ્રવચન સાંભળતા સમજ ખીલી. ઓશોની ઉપસ્થિતિમાં અકલ્પનીય અનુભવ થયો. સાથે આધ્યાત્મિકતાની નવી દુનિયાનો ઉઘાડ થયો. સમર્પણ ભાવ જાગ્યો.સ્વામી પ્રેમમુર્તિજી પાનબાઇના ભજનો ખૂબ ભાવ સાથે ગાય છે તેઓ કહે છે કે, પાનબાઇની રેકનિકમાં ઓશો ફીટ બેસે છે. ઓશોમય બન્યા બાદ સ્વામી પ્રેમમુર્તિજીએ પરિવારને સર્વ મિલકતો અર્પણ કરીને ઓશો સમર્પિત થઇ ગયા હતા.

માધવપુર પાસે મોઆ હનુમાનજીની સાધના કરતા વિદેશના સાધ્વીજી સાથે પ્રેમમુર્તિજીને નાતો છે.

સ્વિત્ઝર્લેન્ડમાં એ સાધ્વીજીનું વતન છે પ્રેમમુર્તિજીના નિવાસે માતાજી પધારે છે આ ઉપરાંત ઓશોના ખૂબ નજીકના શીલામા સ્વિત્ઝર્લેન્ડમાં પ્રેમમુર્તિજીના પડોશી છે.

જો કે, પ્રેમમુર્તિજી કહે છે કે, હું મારામાં જ મસ્ત રહું છું આગામી તા.૨૧ના સત્યપ્રકાશ ધ્યાન કેન્દ્ર ખાતે પૂનમ અને સંબોધિ દિનની શિબિર છે, જેના આયોજક પ્રેમમુર્તિજી છે શિબિરનું સંચાલન સ્વામી સત્યપ્રકાશજી કરશે.

સ્વામી પ્રેમમુર્તિજીના જીવનસાથી સોફિયાજી આજે સ્વદેશ-સ્વિત્ઝર્લેન્ડ પરત જઇ રહ્યાછે. પૂનમની શિબિર અંગે વધારે વિગતો માટે મો.૯૪૨૭૨ ૫૪૨૭૬ નંબર પર સંપર્ક થઇ શકે છે.(૭.૨૭)

 

(4:19 pm IST)