Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

રાજકોટ રેલ્વેમાં હર્ષોલ્લાસ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

રાજકોટઃ પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડીવીઝનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી.  આઅંતર્ગત પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના સૌજન્યથી મહિલા સશકિતકરણ ઉપર એક સંગોષ્ઠી યોજવામાં આવી હતી. જેમાં મહિલા કર્મચારીઓના કાર્યસ્થળ ઉપરના વાતાવરણ સુધાર માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા. સુ.શ્રી અપુર્વા મઇવાલ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ શ્રીમતી ભારતી નિનાવે દ્વારા ઉત્કૃષ્ટ કાર્ય બદલ પ મહિલા કર્મચારીઓને પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ ડીવીઝનના મહિલા કર્મચારીઓ માટે કેન્દ્રીય કર્મચારી હિત નીધી ફંડમાંથી મહિલા સશકિતકરણ કાર્યક્રમ અંતર્ગત દિવ અને સોમનાથના પ્રવાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શ્રીમતી ભારતી નિનાવે અને એડીઆરએમ એસ.એસ.યાદવ દ્વારા આ ટુરને પ્રસ્થાન કરાવાઇ હતી. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે કોમર્શીયલ ઓફીસર આર.કે.ઉપાધ્યાયે માર્ગદર્શન આપ્યું હતું.

(4:19 pm IST)