Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

પ્રેરક કાર્યઃ મહિલાદિને જન્મનાર લક્ષ્મીજીને વિજયભાઈ વાંકએ સોનાની ચૂંક આપી વધાવ્યા

રાજકોટઃ આજ ેમહિલાઓ વિવિધ ક્ષેત્રે આગવી સિધ્ધીઓ પ્રાપ્ત કરે છે. ભારતીય વાયુસેના, કોસ્ટ ગાર્ડ, રમતગમત અને અન્ય ક્ષેત્રે મહિલાઓનું યોગદાન રહ્યું છે. જમીન આસમાન સુધી મહિલાઓએ સફર ખેડી છે. આજે રાજકારણમાં પણ મહિલાઓનું આગવું સ્થાન અને ૫૦ ટકા નગરસેવકોમાં પ્રતિનિધિત્વ મળ્યુ છે. કોર્પોરેટર વિજયભાઈ વાંક દ્વારા હંમેશા દીકરીઓને પ્રોત્સાહન માટેના વિવિધ સેવા કાર્યો હાથ ધરવામાં આવે છે. જેથી વિજયભાઈ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૪૧ દીકરીઓને સમુહલગ્નોત્સવમાં કન્યાદાન કર્યુ છે અને સંપુર્ણ કરીયાવર આપવામાં આવેલ છે. ગત વર્ષ મહિલાદીને જન્મ લેનાર ૪૨ દીકરીઓને સોનાની ચુંક આપી લક્ષ્મીજીને વધાવી હતી એવી જ રીતે આ વર્ષ આજે રાજકોટ શહેરમાં જન્મ લેનાર નન્હી પરીને દરેક દીકરીઓને સોનાની ચુંક આપવામાં આવી હતી. આ સેવા કાર્યની શુભ શરૂઆત સવારે ૧૧ વાગ્યેથી ઝનાના હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પીટલ તેમજ રાજકોટ શહેરની પ્રાઈવેટ હોસ્પિટલોમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા, વોર્ડ નં. ૧રના કોર્પોરેટર વિજય વાંક, મનીષાબા વાળા, જાગૃતીબેન ડાંગર, ઘનશયામસિંહ જાડેજા, નિર્મળ મારૂ, સુરેશભાઇ બથવારા, સંજય અજુડીયા, પ્રભાતભાઇ ડાંગર, સિલાબેન તથા વિરલ ભટ્ટ સહિતના કોંગી આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બાકી રહી ગયેલ લક્ષ્મીજીઓને તા.૨૩ સુધીમાં કોંગ્રેસ કાર્યાલય, ૧૫૦ ફૂટ રીંગ રોડ જનસંપર્ક કોંગ્રેસ કાર્યાલય, ઉમીયા ચોક, રાધે હોટલ સામેથી પોતાના હોસ્પિટલની માહિતી રજુ કરી ત્યારબાદ આપવામાં આવશે. વધુ વિગતો માટે કોર્પોરેટર શ્રી વિજયભાઈ વાંક મો.૯૮૨૪૫ ૮૦૯૮૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:19 pm IST)