Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

જી.જે.૩ એલ.સી. સીરીઝમાં ટુ વ્હીલર માટે બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબરોનું રીઓકશન તા.૧ર-૧૩ના થશે

૬ થી ૧૧ સુધી ઓનલાઇન અરજી સ્વીકારાશે

રાજકોટ, તા., ૮: પ્રાદેશીક વાહન વ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટરકાર પ્રકારના વાહનો માટે જી.જે.૦૩ એલ.સી.(GJ-03-LC) સીરીઝના ઓકશન બાદ બાકી રહેલા ગોલ્ડન તથા સિલ્વર નંબરોનું રીઓકશન થનાર છે.જે માટે તા.૬ થી ૧૧ માર્ચ દરમિયાન ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. તા.૧ર માર્ચના રોજ સવારે ૧૧ કલાકથી તા.૧૩ માર્ચના રોજ સાંજના ૪ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓકશન ચાલુ રહેશે. તા.૧૩ માર્ચના રોજ સાંજના પ કલાકથી ઇ-ઓકશનનું પરીણામ નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન જોઇ શકાશે.

વાહન સોફટવેરમાં પસંદગી નંબરની રસીદ ઇસ્યુ થયાની તારીખના રાત્રીના ૧ર વાગ્યા બાદ કોઇ પણ પ્રકારનો સુધારો ન થઇ શકતો હોવાથી વાહન માલીકોએ વાહન નંબર, ચેસીસ નંબર તથા રકમની ખરાઇ તે જ દિવસે કરી લેવાની રહેશે તથા તે અંગે કંઇ ભુલ હોય તો તેની જાણ તે જ દિવસે અધિકારીને નહી કરવામાં આવે તો તે પછી રસીદમાં કોઇ પણ પ્રકારનો સુધારો થઇ શકશે નહી. પસંદગીના નંબરની ફાળવણીની ફી ગોલ્ડન નંબર માટે રૂ. પ૦૦૦ તથા સીલ્વર નંબર માટે રૂ. ર૦૦૦ તથા આ સિવાયના નંબરો માટે રૂ. ૧૦૦૦ ફી વસુલીને ફાળવણી કરવામાં આવશે. નંબર મેળવવામાં સફળ થનાર અરજદારે રકમ ઓકશન થયાના દિવસ પ (પાંચ)માં રકમ ભરપાઇ કરી દેવાની રહેશે. સમય મર્યાદા પુર્ણ થયા બાદ પસંદગી રદ કરવામાં આવશે. ઓકશન દરમ્યાન કોઇ કર્મચારી કે અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તો તે વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ હવાલે કરવામાં આવશે. જેની નોંધ લેવા પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રી રાજકોટ દ્વારા જણાવાયું છે.

(4:18 pm IST)