Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ધો.૧ર સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ અને આંકડાશાસ્ત્રનું પ્રશ્નપત્ર : ૧ કોપીકેસ

રાજકોટ, તા., ૮: ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો.૧૦ અને ૧રની પરીક્ષાનો આજે બીજો દિવસ છે. ધો.૧૦માં આજે રજા છે. જયારે ધો.૧ર સામાન્ય પ્રવાહમાં સવારે ઇતિહાસ અને બપોરે આંકડાશાસ્ત્રનું પ્રશ્નપત્ર છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલથી શરૂ થયેલી  ધો.૧૦ અને ૧રની પરીક્ષામાં પ્રથમ પ્રશ્નપત્ર એકંદરે સહેલું નિકળ્યું છે. કેટલાક પરીક્ષા કેન્દ્રો ઉપર ગેરરીતીની રાવ અને કોપીકેસ નોંધાયા છે. આજે ઈતિહાસના પ્રશ્નપત્રમાં રાજકોટમાં એક વિદ્યાર્થીનો કોપીકેસ નોંધાયો છે.

ધો.૧૦માં તા.૯ના શનિવારે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રશ્નપત્ર છે જયારે ધો.૧ર સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાનનું પ્રશ્નપત્ર છે.  જયારે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે.

(4:18 pm IST)