Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ચૂંટણીનો વ્યુહ ઘડવા રચનાત્મક કોંગ્રેસ મેદાનેઃ ૧૧મીની હાઈલેવલ બેઠકમાં ડો. હેમાંગ વસાવડા-બ્રિજેશ મેરજા ભાગ લેશે

રાજકોટ, તા. ૮ :. ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટીના નેજા તળે કાર્યરત રચનાત્મક કોંગ્રેસના ચેરમેન શ્રી મધુસુદન મિસ્ત્રી દ્વારા ૧૧મી માર્ચે જવાહર ભવન દિલ્હી ખાતે લોકસભાની ચૂંટણી અંતર્ગત મળી રહેલી હાઈલેવલ બેઠકમાં ચૂંટણીનો વ્યુહ ઘડવા મળી રહેલી બેઠક માટે ગુજરાતના ઉપપ્રમુખ કક્ષાના પ્રતિનિધિના નામો માંગવામાં આવ્યા હતા. આ અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટી દ્વારા પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા અને પ્રદેશ ઉપપ્રમુખ તેમજ એમ.એલ.એ. શ્રી બ્રિજેશ મેરજાના નામો સૂચવાયા છે. દેશભરના પ્રતિનિધિઓ સાથે મળી રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણીમાં વ્યુહાત્મક લડત આપવાનો રોડમેપ ગોઠવશે.

(4:14 pm IST)