Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સાધકબેલડી પૂ.રંજનબાઈ તથા પૂ.પદ્માબાઈ મ.સ.ની ૫૨મી દીક્ષા જયંતિની ભવ્ય ઉજવણી

સૌરાષ્ટ્રના સિંહણ તીર્થસ્વરૂપ વચનસિધ્ધિકા પૂ.શ્રી ઈન્દુબાઈ મ.સ.તીર્થધામમાં

રાજકોટ,તા.૮: ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે ૯ થી ૧૨ સુધી સાધકબેલડી- મધુર વ્યાખ્યાની બા.બ્ર.પૂ.શ્રી રંજનબાઈ મહાસતીજી તથા બા.બ્ર.પૂ.શ્રી પદ્માબાઈ મહાસતીજીની ૫૨ (બાવન)મી દીક્ષાજયંતિ પ્રસંગે આજે નાલંદા તીર્થધામમાં સવારે વિશિષ્ટ જાપ- સંયમ- સંગીત શુભેચ્છા, દરેકને પ્રભાવના રૂ.૫૦ સંઘ પ્રમુખ અશોકભાઈ દોશી તરફથી તથા બપોરે અમૃત આહાર દાનરત્ના શારદાબેન મોદી તરફથી રાખેલ હતો.

આ પ્રસંગે સ્વરકિન્નરી બા.બ્ર.પૂ.શ્રી સોનલબાઈ મહાસતીજીએ શુભેચ્છા પાઠવી હતી તથા સોનલસેવામંડળના બહેનો અને સોનલ સિનિયર સીટીઝન, સોનલ સાહેલી મંડળ, સોનલ સખી મંડળ, સોનલ સેવા ગ્રુપ બધાએ શુભેચ્છા સંગીત તથા શુભેચ્છાના સુર રેલાવ્યા હતા. આ પ્રસંગે દાતાઓ- આગેવાનો- શ્રેષ્ઠીવર્યો સંઘના પદાધિકારીઓ ખાસ ઉસ્થિત રહી બન્ને મહાસતીજીઓને શુભેચ્છા પાઠવી હતી. બન્ને સાધકબેલડીએ આજથી બાવનવર્ષ પહેલાં કાલાવડની ધરતી પર ભવ્ય દીક્ષા લીધી હતી.

ઝવેરી પરિવારમાં સૌરાષ્ટ્રના સિંહણ પૂ.ઈન્દુબાઈ મહાસતીજીના સુશિષ્યા તરીકે ઘોષિત થયા હતા. બન્ને સાધકબેલડીનું જીવન સરલતા- નિખાલસતા- નિરાભિમાનતા- સેવા- વૈયાવચ્ચનો મુખ્ય ગુણ રહેલ છે. સર્વ જીવોનું ભલું કરવુ- હિત વિચારવુંએ એમનો મુખ્ય સંદેશ છે. એક ક્ષણને આગમની સ્વાધ્યાય તથા નિરંતર જાપની જ રમણતા રહેલી છે. બધા જ સાથે હળવાશ અને મીઠાશભયો વહેવાર છે. તબિયત નાદુરસ્ત હોવા છતાં સતત આગમની સ્વાધ્યાય અને નવકારમંત્રના જાપમય જીવન છે.

આજે દીક્ષાજયંતિ પ્રસંગે સવારથી સાંજ સુધી વૈરાગ્ય પ્રેરક આયોજકો થયેલ છે તથા ૧૩મી માર્ચે દિક્ષાજયંતિ ઉપલક્ષ્યે જ સોનલ સદાવ્રતનું આયોજન પણ કરાયેલ છે. આજે માનવસેવા- જીવદયા તેમ જ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે અશોકભાઈ દોશી, જયેશભાઈ માવાણી, જયેશભાઈ સંઘાણી, નિલેશભાઈ શાહ, પ્રદિપભાઈ માવાણી,પરેશભાઈ દફતરી આદી નામી અનામી હજારો માણસોએ હાજરી આપી શુભેચ્છા પાઠવી હતી.

(4:06 pm IST)