Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સીધી ભરતીના નાયબ મામલતદારોના પાંચ વર્ષનો કરાર પુરો થયો હવે તો નિયમિત પગાર આપોઃ રેવન્યુ તલાટીની નવી ભરતી બંધ કરો

ફીકસ પગાર નીતિ રદ્દ કરી હાઇકોર્ટના ચુકાદાની અમલવારી કરોઃ કલેકટરને આવેદન પાઠવતું જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ

જિલ્લા મહેસુલી કર્મચારી મંડળે કલેકટર કચેરીએ દેખાવો યોજી કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ તા.૮: જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ શ્રી કિરીટસિંહ ઝાલા અને અન્ય આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે રજુઆતો કરી હતી.

આ આવેદનપત્રમાં ઉમેર્યું હતું કે રાજ્ય મહેસુલી કર્મચારીઓના અનેક પ્રશ્નો બાબતે અવાર-નવાર વિભાગમાં લેખિત તેમજ મોૈખિક રજુઆતો મહેસુલ મંત્રી શ્રી અને અન્યો સાથે કરવામાં આવેલ હતી. પરંતુ થયેલ ચર્ચા મુજબ મહેસુલી કર્મચારીઓના જાહેર હીતના પ્રશ્નોના નિકાલ આજદિન સુધી થયેલ નથી.

આ પ્રશ્નોમાં સીધી ભરતીના ના.મામ.ના પાંચ વર્ષનો કરાર સમય પૂર્ણથવા છતાં નિયમિત પગારના આદેશો થયેલ નથી. જેથી જે કર્મચારીઓને પૂર્વ સેવા તાલીમાંત પરીક્ષા તેમજ નિમ્ન મહેસુલી લાયકાત પરીક્ષા પાસ કરેલ છે, પરંતુ પુરા પગારના આદેશો કરેલ નથી સરકારના તા. ૨૧-૫-૧૮ના હુકમથી કલાર્ક સંવર્ગના કર્મચારીને ના.મામ. કક્ષામાં પ્રમોશન જિલ્લામાં જગ્યા ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલ છે. જેથી આવા કર્મચારીઓને મૂળ મહેકમના જિલ્લામાં મુકવા બાબત. કલાર્ક /રેવન્યુ તલાટી સંવર્ગમાંથી ના.મામ. માં પ્રમોશન આપવા બાબત તથા વર્ષ ૨૦૦૯ની કલાર્કની બેચના તમામ કલાર્કનો સમાવેશ કરવા બાબત, સીધી ભરતીની તમામ સંવર્ગના ના.મામ. /કલાર્ક/ રેવન્યુ તલાટીના પાંચ વર્ષનો કરારીય સમયગાળો પૂર્ણ થવા છતાં પૂર્વ સેવા તાલીમ તથા નિયત પરીક્ષાઓ નિયત સમયમાં સરકાર દ્વારા ન લેવાના કારણે તેઓના પુરા પગારના આદેશો થતાં નથી, જેથી આવા કર્મચારીઓના પાંચ વર્ષનો કરારીય સમયગાળો પૂર્ણ થયેથી નિયત તકમાં પરીક્ષા પાસ કરવાની શરતે પુરા પગારના હુકમ કરવા, ના.મામ.થી મામલતદારની સિનિયોરીટી યાદી તૈયાર કરવા રેવન્યુ તલાટીની નવી ભરતી બંધ કરી રેવન્યુ તલાટી તથા કલાર્ક કેડરને મર્જ કરવા બાબત, નામ. ગુજરાત હાઇકોર્ટના ફીકસ પગાર નીતિ રદ કરવા બાબતના વર્ષ-૨૦૧૨માં આવે જજમેન્ટ સામે સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં કરેલ પીટિશન પરત ખેંચવા તથા નામ. ગુજરાત હાઇકોર્ટના ફિકસ પગાર નીતિ રદ કરવા બાબતના ચુકાદો સ્વીકારી તેની અમલવારી કરવા માંગણી કરાઇ હતી. આ હડતાલમાં આગેવાનો સર્વશ્રી કિરીટસિંહ ઝાલા, હસમુખ પરસાણીયા, સાંચલા, વાઝા, ઝીણોયા,સોનલ ત્રિવેદી સહિતના મહિલા કર્મચારીઓ ઉપરાંત ઓઝા અજમેરા, મનોજ, ધ્રુવ, કાંસુદ્રા,ગઢીયા વગેરે જોડાયા હતાં.

(4:05 pm IST)