Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

છૂટાછેડા-વિધવા-વિધુર-મોટી ઉંમરના લોકો માટે પરિચયમિલન સેતુનું આયોજન

ઝાલાવડ જૈન સમાજ સંચાલિત સમસ્ત જૈન વેવિશાળ કેન્દ્ર દ્વારા

રાજકોટ, તા. ૮ : સમસ્ત જૈન વેવિશાળ કેન્દ્રના મંત્રી શ્રી વિપીનભાઈ શાહની યાદી મુજબ સમસ્ત જૈન વેવિશાળ કેન્દ્ર છેલ્લા ૧૦ વર્ષથી પરિચય સેતુ નામની બુક બહાર પાડીને યુવા મેળા કરે છે. છેલ્લી પાંચમી બુકમાં ૧૫૦૦ બાયોડેટા હતા જે અખિલ ભારતીય ધોરણે હતી. છેલ્લી ૨૦૧૫ની બુકમાંથી અનેકના વેવિશાળ થયા છે. વ્યાવસાયિક ધોરણે કામ કરતા મેરેજ બ્યુરોના સામે આ નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર ખૂબ રાહતરૂપ છે. જૈનોના દરેક ફીરકાના યુવક - યુવતીઓને કોમન પ્લેટફોર્મ પૂરૂ પાડવાનું કામ નિઃશુલ્ક કરે છે. લગભગ ૪ વર્ષના અંતરાલ બાદ આ વર્ષે આ કેન્દ્ર એક વિશેષ પ્રયત્ન હાથ ધરી રહ્યું છે. આ પ્રયોગ નિમિતે કોઈપણ ઉંમરના છૂટાછેડા, વિધવા કે વિધુર કે ત્યકતા ઉમેદવારો માટે બુક બહાર પાડશે અને તેમના જ યુવા મેળાનું આયોજન થશે. ખાસ વાત એ છે કે આ યુવા મેળામાં જૈનેતર પણ (જ્ઞાતિ બાદ વિના, ઉંમર બાધ વિના) ભાગ લઈ શકશે. જે વ્યકિત ઈચ્છે તો તેના નામ ગુપ્ત રાખવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા ઉપપ્રમુખ શશીકાંતભાઈ શાહ, વ્યોમેશભાઈ શાહ, મંત્રી વીપીનભાઈ શાહ, સહમંત્રી પ્રવિણભાઈ શેઠ તથા કિરીટભાઈ શાહ, ભુપતભાઈ શાહ અને ઝાલાવડ જૈન સમાજના કારોબારીમાંથી પારસભાઈ શાહ, સંજયભાઈ શાહ, પ્રશાંતભાઈ સંઘવી, પ્રકાશભાઈ કોઠારી, ભરતભાઈ અજમેરા, જયકાંતભાઈ વોરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ટીમને શ્રી શરદભાઈ વોરા (પ્રમુખ)નું માર્ગદર્શન મળી રહ્યું છે.

તા.૩૦ એપ્રિલ સુધીમાં ખાસ યુવા મેળાના ઉમેદવારો અને ૩૦ મે સુધીમાં ચાલીસ વર્ષથી નીચેની ઉંમરના ઉમેદવારો સમાજના કાર્યાલય (સાંજે ૬ થી ૮, રવિવારે ૧૧ થી ૧) ૨૦૭, શિરોમણી કોમ્પલેેક્ષ, કરણસિંહજી રોડ રાજકોટ, ફોન - ૦૨૮૧ ૨૨૨૫૬૪૫ ખાતેથી ફોર્મ મેળવી લેવા. રાજકોટમાં કાર્યાલય સિવાય (ભાગ્યોદય ટ્રેડર્સ, ગરેડીયા કુવા રોડ) (મહાવીર સેલ્સ કોર્પોરેશન, બસ સ્ટેન્ડ સામે, રાજપૂતપરા) (વ્યોમેશભાઈ શાહ, પાર્શ્વ ટ્રેડર્સ, રાવ કોલેજ સામે, યુનિવર્સિટી રોડ) (અનેરી સિલેકશન, નાવાનાકા રોડ, પ્રહલાદ સિનેમા પાસે)  તેમજ પ્રકાશભાઈ કોઠારી - પ્રકાશ એજન્સી, ૩૯૬ કોઠારીયા કોલોની, ગરબી ચોક ખાતેથી ફોર્મ મળશે તેમ અંતમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:05 pm IST)