Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

પ્લેન ઉડાવી ગગન ધમરોળતી રાજકોટની નિધિ

બાળપણમાં રમકડાના વિમાનથી રમી અને મોટી થઈ સ્વપ્ન સાકાર કર્યુ * અઢીયા પરિવારની દિકરીએ ડોમેસ્ટીક પાયલોટ તરીકે કારકિર્દી ચમકાવી

રાજકોટ, તા. ૭ : આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે ઉંચે આભમાં ઉડવાની ઝળહળતી કારકિર્દી ઘડનાર રાજકોટની ડોમેસ્ટીક પાયલોટ નીધિ અઢીયાને યાદ કરવી જ રહે. અન્ય માટે પ્રેરણારૂપ બને નિધિ અઢીયાએ ખેડેલ સંઘર્ષ ગાથામાં ડોકીયુ કરીએ.

રાજકોટની દિકરી નિધિ અઢીયાની ''ગગન''માં ''ઉંચેરી ઉડાન'' બચપનમાં (બાળપણ)માં રમકડાના વિમાન લોકમેળામાંથી ખરીદવાની જીદ કરતી નિધિ અઢીયા નાનકડા પ્લેનથી રમતી આજે ગગનમાં ''ડોમેસ્ટીક'' વિમાન લઈને ઉડી રહી છે. એટલુ જ નહિં નિધિ અઢીયાની ખંત - મહેનત અને ધીરજને સલામ છે. રાજકોટની આ દિકરી હવે તો પ્લેન ઉડાવવાના અનુભવના ખજાનાને કારણે હવે તો ઈન્ટરનેશનલ પાઈલોટ બની ચૂકી છે.

દિલ્હી તેનું હેડ કવાર્ટર છે. દિલ્હીથી બેંગ્લોર, ચેન્નાઈ, કલકતા સમગ્ર બંગાળ હૈદ્રાબાદ ડોમેસ્ટીક વિમાન ઉડાડી રહી છે તો ઈન્ટરનેશનલ પાઈલોટ બની ગઈ છે ત્યારે નિધિ અઢીયા ભારતથી કોલંબો પણ ''સ્પાઈસ જેટ'' કંપનીના વિમાન લઈ પોતાની કાબેલીયત બતાવી ચૂકી છે. બાંગ્લાદેશ પણ જઈ આવી છે.

રાજકોટની આ દિકરી નિધિ અઢીયા હિંદુસ્તાનની સુપ્રસિદ્ધ સ્પાઈસ જેટ કાંુ.માં સીનીયર ફર્સ્ટ પાઈલોટ ઓફીસર છે.

સ્પાઈસ જેટ કાંુ.ના વિમાન ચાલકના ઈન્ટરવ્યુમાં આશરે ૨૫૦ થી ૩૦૦ ગર્લ્સ ઈન્ટરવ્યુ આપેલ તેમાંથી આ રાજકોટની ૪૫ દિકરીઓ પાસ થઈ તેમાં પણ અવલ્લ નંબરે પાસ થઈ સ્પાઈસ જેટમાં સૌની પહેલા જોઈન્ટ થઈ અને એ પણ સીનીયર ફર્સ્ટ પાઈલોટ ઓફીસ તરીકે.

ફિમેઈલ અનુભવ માટેની ટ્રેનીંગ માટે કંપનીએ નિધિ અઢીયાને ઓસ્ટ્રેલિયા કાંુ.ના ખર્ચે સીડની પણ મોકલી હતી.

સામાન્ય રીતે પાઈલોટ બનવા માટેની ઉડાન કલાક ટ્રેનીંગનો અનુભવ ૨૫૦થી ૩૦૦ કલાક હોય છે. રાજકોટની આ દિકરી નિધિ અઢીયા પાસે ત્રણ હજાર કલાકનો બહોળો અનુભવ છે.

નિધિ અઢીયાના માતુશ્રી માલતીબેન અઢીયાએ નિધિ પાયલોટ બને તેવુ સ્વપ્ન સેવેલ હતું જે ચરિતાર્થ થયું છે. જયારે રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં ૧૯૮૭થી ૨૦૦૫ સુધી ભાજપના કોર્પોરેટર તરીકે રહી ચૂકેલા અને છેલ્લે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રહી ચૂકેલ બીપીનભાઈ અઢીયાની સુપુત્રી છે. તેઓ કહે છે મારી પુત્રી નિધિના દાદા અને મારા પિતા અને સ્વાતંત્ર્ય સેનાની કાંતિભાઈએ પણ નિધિ પાયલોટ બને તે માટે પ્રબળ હૂંફ આપી હતી.

લોહાણા સમાજના આગેવાન સ્વ. વડીલ શ્રી અને લોહાણા શ્રેષ્ઠી સ્વ.જેન્તીભાઈ કુંડલીયાએ પણ નિધિને આર્શીવાદ આપેલ હતા.

ગુજરાત સરકારમાં નાણાપ્રધાન અને હાલ કર્ણાટકના ગવર્નર શ્રી વજુભાઈ વાળાએ પણ શુભેચ્છા આપી હતી.

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ અભિનંદન આપ્યા હતા. રાજકોટની આ દિકરીએ ગુજ્જુની વ્યાખ્યા ભુલાવી દીધી છે. નિધિ અઢીયા રાજકોટની પ્રથમ મહિલા પાઈલોટ છે. એટલુ જ નહિં લોહાણા સમાજની પણ પ્રથમ પાઈલોટ દિકરી છે.

આજે વુમન્સ ડે નિમિતે નિધિ અઢીયા (મો.૮૮૪૯૮ ૭૨૧૭૪)ને અભિનંદન.

(4:04 pm IST)