Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

રવિવારે કારડીયા રાજપુત સમાજના સમુહલગ્નઃ ૧૪ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે

રાજયપાલ વજુભાઈ વાળાની હાજરીઃ મેડીકલ- રકતદાન કેમ્પ- નેત્રયજ્ઞ

રાજકોટ,તા.૮: શ્રી કારડીયા રાજપૂત સમાજ રામજી મંદિર (૨- રજપૂતપરા) રાજકોટના પ્રમુખશ્રી અરૂણભાઈ સોલંકીની યાદી મુજબ તા.૧૦ને રવિવારે કારડીયા રાજપૂત સમાજ રજપૂતપરા રાજકોટ દ્વારા આયોજીત ૧૨માં સમુહલગ્ન સાથે જ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. સાથોસાથ ક્રાઈસ્ટ હોસ્પિટલના સહયોગથી મેડીકલ કેમ્પનું છે તેમજ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આંખ તપાસ કેન્દ્રનુ પણ આયોજન મ્યુનિસિપાલ કોપોરેશન ટીપી પ્લોટ ૧૫૦ ફુટ રીંગ રોડ નાના મવા સર્કલ ખાતે કરવામાં આવેલ છે.

આ સમારોહમાં સમાજનાં આગેવાનો સર્વશ્રી વજુભાઈવાળા (કર્ણાટકના રાજયપાલ), પૂ.જેરામબાપુ (ખોડીયાર આશ્રમ, કાગદડી), જસાભાઈ બારડ (પૂર્વ પ્રધાન), લક્ષ્મણભાઈ પરમાર (પૂર્વ પ્રધાન), રમેશભાઈ ચૌહાણ (પ્રમુખ બેડીપરા કા.રા.સમાજ), મહેશભાઈ રાજપૂત સમાજ, મનોજસિંહ ઝાલા (ગીર સોમનાથ કા.રા.રાજપૂત સમાજ), પ્રતાપસિંહ ગોહેલ (પ્રમુખ કર્મચારી મંડળ કા.રા રાજપૂત સમાજ), શિવાભાઈ સોલંકી (પ્રમુખ કોડીનાર નગર પાલિકા), વિલાશબેન ચોહાણ (સરપંચ વાડાસડા ગ્રામ પંચાયત), વિજયસિંહ બારડ (સરપંચ તાજપરા ગ્રામ પંચાયત), પ્રતાપસિંહ ઝાલા (મામલતદાર ધારી), અલ્પેશસિંહ ચાવડા (કાર્યપાલક ઈજનેર), એ.એન.બારડ (ડીવાયએસપી એસઆરપી રાજકોટ), ગંભીરસિંહ પરમાર (પૂર્વ કોર્પોરેટ), મહેન્દ્રસિંહ કામલીયા, દીપેનભાઈ ડોડીયા (આસી મેનેજર આરએમસી), દિગવિજયસિંહ તુવર (આસી.એન્જી આરએમસી), અજીતસિંહ ડોડીયા, અભેસિંહ ડોડીયા, પ્રતાપસિંહ સગર અને મનુભાઈ સેલારા ઉપસ્થિત રહેશે.

આ સમુહલગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કારડીયા રાજપૂત સમાજ પ્રમુખ અરૂણભાઈ સોલંકી, ઉપ પ્રમુખ નવલસિંહ ચુડાસમા, મંત્રી ગુલાબસિંહ સોલંકી, સંગઠન મંત્રી જીતુભાઈ સેલાર, રમેશભાઈ મકવાણા તેમજ કારોબારી સભ્યો સુરેશભાઈ પરમાર ભૂપતસિંહ ઝાલા, ભયલુભાઈ પરમાર, સુનિલભાઈ નકુમ, જયદિપસિંહ વાઘેલા, હરિસિંહ પરમાર, દિલીપસિંહ ગોહેલ, હેમંતસિંહ સોલંકી, પ્રતાપસિંહ સોલંકી, વજુભાઈ પરમાર, જયપાલ ભટ્ટી, બહાદુરસિંહ ગોહિલ, ગજેન્દ્રસિંહ સેલારા, કુલદિપ ભટ્ટી, પ્રદ્યુમનસિંહ ભટ્ટી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:02 pm IST)