Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

રાજકોટના ટાબરીયાઓએ ૧ લાખના ઇનામો જીત્યા

સ્કોલર્સ એકેડેમીના ૧૧ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકયા : ખુશી ઉનડકટ - પરમ મહેતા-મન પટેલ પ્રથમ પ્રાઇઝ સાથે સૌથી વધુ ૧૬ હજારનું ઇનામઃ બાળકો ઉપર અભિનંદન વર્ષા

 રાજકોટઃ તા.૮, રાજકોટના બાળકોએ ૧ લાખથી વધુના રોકડ ઇનામો જીતી ગૌરવ વધાર્યું છે. જેમા ખુશી ઉનડકટ, પરમ મહેતા અને મન પટેલે ૧૬ હજારથી વધુનુ ઇનામ મેળવ્યું છે.

છેલ્લા એક દશકાથી શહેરમાં એચકેજીથી લઇને ધોરણ ૧૦ સુધીના બાળકોને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની ૨૮થી વધારે કોમ્પીટીટીવ એકઝામની તૈયારી સ્કુલ સિલેબસ સાથે કરાવતી અને સતત દર વર્ષે ઉતકૃષ્ઠ પરીણામોની હારમાળા સર્જતી સ્કોલર્સ એકેડેમી (જલારામ-૨, શીવસંગમ સોસા. નંદાલય હવેલી સામે, ૧૫૦ ફુટ રીંગ રાજકોટ-મો.૯૭૨૩૦૨૨૩૨૪) ના વિદ્યાર્થીઓએ આ વર્ષે પણ ઝળહળતી પરંપરા જાળવીને વિવિધ ઓલ્મપીયાડમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૧  વિદ્યાર્થીઓએ પ્રથમ એકથી દસમાં સ્થાન પ્રાપ્ત કરીને એક લાખથી વધારેના પ્રાઇઝ જીત્યા છે.

જેમાં  (૧) મન પટેલ, ધો-૪, રેન્ક -૧, પ્રાઇઝ રૂ.૧૬,૬૬૭,  (૨) ખુશી ઉનડકટ, ધો-૪, રેન્ક -૧, પ્રાઇઝ રૂ.૧૬,૬૬૭,  (૩) વંશ વોરા, ધો-૪, રેન્ક -૨, પ્રાઇઝ રૂ.૭૫૦૦,  (૪)સમ્રાટ રબારા, ધો-૬, રેન્ક -૫, પ્રાઇઝ રૂ.૫૦૦૦, સહિત જીયા અઢીયા ધો-૨ રેન્ક૧, ખુશી કારીયા ધો-૩ રેન્ક ૧, મંથન કટારીયા ધો-૪ રેન્ક ૧, મહેક ગણાત્રા ધો-૮ રેન્ક-૧, બ્રિંદા ફડદુ ધો-૮ રેન્ક ૧, ઇશિતા અધારા ધો-૭ રેન્ક ૫,  તથા ઘોસા વિઠલાણી ધો-૮ રેન્ક ૮ મેળવ્યું છે.

તસ્વીરમાં વિજેતા બાળકો સાથે એકેડેમીના સંચાલક શ્રી જીજ્ઞેશ ઉનડકટ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)  (૪૦.૭)

(4:01 pm IST)